National Games 2022 : ભાવનગર ખાતે આયોજિત વોલીબોલની સ્પર્ધામાં ગુજરાતની પુરૂષ ટીમનો વિજય

|

Oct 09, 2022 | 9:35 AM

ગુજરાતના સુકાની દિલીપ ખોઇવાલે મેચ  જીત્યા બાદ જણાવ્યું હતું કે "પ્રથમ બે સેટ જીત્યા બાદ, અમારા ખેલાડીઓને વિપક્ષી ટીમના આક્રમણને રોકવામાં કોઈ મુશ્કેલી ન પડી, પરંતુ નિર્ણાયક  બનેલા પાંચમા સેટમાં અમારા શાનદાર સ્મેશ આક્રમણથી અમે આ સેટ જીતી લીધો અને તેના કારણે  મેચ જીતવામાં મદદ મળી હતી.

National Games 2022 : ભાવનગર ખાતે આયોજિત વોલીબોલની સ્પર્ધામાં ગુજરાતની પુરૂષ ટીમનો વિજય
નેશનલ ગેમ્સમાં વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમનો વિજય

Follow us on

ભાવનગર  (Bhavnagar) ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે   36મી નેશનલ ગેમ્સ (National Games ) ની વોલીબોલ  ( Volleyball ) ઈવેન્ટ્સનો પ્રારંભ થયો હતો . આ મેચમાં ગુજરાતની ટીમ વિજયી બની હતી.  મેન્સ ઈવેન્ટમાં પ્રાથમિક મેચોમાં અગાઉની બ્રોન્ઝ મેડલ વિજેતા રાજસ્થાનની ટીમને યજમાન ગુજરાતની ટીમે 3-2થી હરાવી અપસેટ સર્જ્યો હતો. ગત રોજ  શરૂ થયેલી મેન્સ વોલીબોલ ઈવેન્ટમાં ગુજરાતની ટીમે પ્રથમ બે સેટ 26-24, 25-22થી જીત્યા હતા, ત્યારબાદ રાજસ્થાનની ટીમે બે સેટ 21-25, 19-25થી જીતીને મેચમાં વાપસી કરી હતી. નિર્ણાયક પાંચમા સેટમાં ગુજરાતના ખેલાડીઓએ સારું પ્રદર્શન કરીને લીગ મેચમાં 15-8થી જીત મેળવી હતી.

ગુજરાતના સુકાની દિલીપ ખોઇવાલે મેચ  જીત્યા બાદ જણાવ્યું હતું કે “પ્રથમ બે સેટ જીત્યા બાદ, અમારા ખેલાડીઓને વિપક્ષી ટીમના આક્રમણને રોકવામાં કોઈ મુશ્કેલી ન પડી, પરંતુ નિર્ણાયક  બનેલા પાંચમા સેટમાં અમારા શાનદાર સ્મેશ આક્રમણથી અમે આ સેટ જીતી લીધો અને તેના કારણે  મેચ જીતવામાં મદદ મળી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાતની મહિલા ટીમે કર્યા નિરાશ

જોકે બીજી તરફ મહિલા ટીમે  (Women’s team) ગુજરાતને નિરાશ કર્યું હતું. પ્રથમ લીગ મેચમાં ચંદીગઢની ટીમે ગુજરાતને 3-2થી હરાવ્યું હતું. ચંદીગઢે પ્રથમ બે સેટ 28-26, 25-19થી જીત્યા બાદ ગુજરાતની ટીમે મેચમાં રણનીતિ બદલી હતી અને બે સેટ 23-25, 23-25થી જીતીને મેચને નિર્ણાયક સેટમાં લઈ ગઈ હતી. ચંદીગઢની ટીમે પાંચમા સેટમાં ભારે સંઘર્ષ બાદ સેટ અને મેચ 15-12થી જીતી લીધી હતી.પુરૂષ વિભાગની અન્ય એક લીગ મેચમાં અગાઉની નેશનલ ગેમ્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન તમિલનાડુએ પંજાબને સીધા સેટમાં 3-0થી હરાવ્યું હતું, જ્યારે મહિલા વિભાગમાં રાજસ્થાનની ટીમ રોમાંચક મેચમાં 3-2થી હારી ગઈ હતી.

Next Article