2 / 4
ઓસાકાની કમાણી મોટાભાગે એન્ડોર્સમેન્ટ દ્વારા થતી હતી. તેણે છેલ્લા દોઢ વર્ષમાં 10થી વધુ બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે. 4 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ખેલાડીની નાઇકી, માસ્ટરકાર્ડ, ટેગ હેવર જેવી મોટી કંપનીઓ સાથે કોમર્શિયલ ડીલ છે. કોમર્શિયલ ડીલ્સ ઉપરાંત, જાપાની ટેનિસ સ્ટાર બોડી આર્મર અને હાઇપ્રાઇઝ જેવી કંપનીઓમાં પણ શેર ધરાવે છે. તે જ સમયે, તે એક વ્યાવસાયિક મહિલા ફૂટબોલ ટીમની રોકાણકાર પણ છે.