Tokyo Olympics માં મેડલ મેળવનારાઓ થઇ જશે માલામાલ, ભારતીય રેલવે આપશે કરોડો રૂપિયા

|

Jul 29, 2021 | 4:11 PM

ભારતીય રેલવેથી જોડાયેલા એથલેટ, કોચ અને સપોર્ટ સ્ટાફ સહિત 31 લોકો હાલમાં ટોક્યોમાં ભારતનુ પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. જેમાં કેટલાક મેડલના દાવેદાર છે.

Tokyo Olympics માં મેડલ મેળવનારાઓ થઇ જશે માલામાલ, ભારતીય રેલવે આપશે કરોડો રૂપિયા
Tokyo Olympics

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં અત્યાર સુધીમાં ભારતને વધારે સફળતા હાથ લાગી નથી. અનેક ઇવેન્ટમાં હિસ્સો લેવા છતાં ભારતને એક જ મેડલ હજુ સુધી નસીબ થયો છે. જે પહેલા દિવસે મીરાબાઇ ચાનુ (Mirabai Chanu) એ વેટલિફ્ટીંગમાં અપાવ્યો હતો. મીરાબાઇ એ આશાઓને યોગ્ય સાબિત કરતા સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

દેશનુ પ્રતિનિધિત્વ કરવા માટે હજુ પણ કેટલાક એથલેટ ટોક્યોમાં મોજૂદ છે. જે દેશના માટે મેડલ જીતવા માટે પોતાનો પુરો દમ લગાવવા માટે તૈયાર છે. આ એથલેટમાં કેટલાક ભારતીય રેલવે (Indian Railway) થી જોડાયેલા છે. તેમના પ્રયાસો અને સફળતાનુ સન્માન કરવા માટે અને પ્રોત્સાહન કરવા માટે રેલવેએ ઇનામનુ એલાન કર્યુ છે. રેલવેથી સંબંધીત 31 સભ્યો ટોક્યોમાં છે અને જેમાં મેડલ જીતનારાઓને મોટુ ઇનામ આપવામાં આવશે.

દેશના અનેર રાજ્યો તરફથી પોત પોતાના પ્રદેશના એથલેટોને માટે પહેલાથી જ ઇનામના એલાન કરવામાં આવી ચુક્યા છે. ત્યાં ભારતીય ઓલિમ્પિક સંઘ પણ પોતાના તરફથી ઇનામનુ એલાન કરી ચુક્યુ છે. આ સીલસીલો આગળ વધતા ભારતીય રેલવે એ પણ પોતાના ખેલાડીઓનું સન્માન કરવાનો નિર્ણય કર્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ટોક્યોમાં ભારત માટે પડકાર રજૂ કરી રહેલા 125 એથલેટોમાંથી 25 રેલવેના છે. આ ઉપરાંત રેલવેથી સંબંધ ધરાવતા પાંચ કોચ અને એક ફિઝીયો ઓલિમ્પિકમાં ભારતીય દળનું પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. તે સૌ પણ રેલવે રમત ગમત સંવર્ધન બોર્ડ હેઠળ આ વિભાગ સાથે જોડાયેલા છે.

ગોલ્ડ મેડલ જીતવા પર 3 કરોડ રૂપિયા

ભારતીય રેલવેએ હવે મેડલ વિજેતાઓને રોકડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. સુવર્ણ ચંદ્રક વિજેતાને 3 કરોડ રુપિયા આપવામાં આવશે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, રેલવે મંત્રાલય એ વર્તમાન નીતિના ભાગરુપે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લઇ રહેલા, તેમના ખેલાડીઓ અને અધિકારીઓના ઇનામની ઘોષણા કરી છે. જે વિશેષ પુરસ્કાર ખેલાડીઓ અને અધિકારીઓનું મનોબળ વધારવા માટે છે.

અન્ય વિજેતાઓ અને કોચને પણ મોટા ઇનામ

જેના ભાગરુપે ગોલ્ડ મેડલ જીતનારા એથલેટને 3 કરોડ રૂપિયા. સિલ્વર મેડાલિસ્ટને 2 કરોડ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ મેળવવા પર 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. જો કોઇ ખેલાડી પોતાની ઇવેન્ટમાં અંતિમ 8માં સ્થાન ધરાવતો હશે તો, તેને પણ પુરસ્કૃત કરવામાં આવશે. એવા ખેલાડીઓને 35 લાખ રૂપિયા આપવામાં આવશે.

ઓલિમ્પિકમાં હિસ્સો લેનારા રેલવેના દરેક ખેલાડીને સાડા સાત લાખ રૂપિયા મળશે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ એ હાલમાં જ મીરાબાઇ ચાનૂને સિલ્વર મેડલ જીતવા પર 2 કરોડ રૂપિયાના ઇનામનુ એલાન કર્યુ હતું. જ્યાં સુધી કોચની વાત છે તો, સુવર્ણ ચંદ્રક વિજેતાના કોચને 25 લાખ રૂપિયા મળશે. રજત ચંદ્રક વિજેતા કોચને 20 લાખ રૂપિયા મળશે. જ્યારે કાંસ્ય ચંદ્રક વિજેતાના કોચને 15 લાખ રુપિયા મળશે. જ્યારે અન્ય ભાગ લેનાર એથલેટોને 7.5 લાખ રૂપિયા મળશે.

Next Article