Khelo India Games : આજથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નું રંગારંગ પ્રારંભ, ખેલાડીઓ બતાવશે પોતાની તાકાત

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Games) ની આગામી સિઝન 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના આઠ શહેરોમાં આયોજિત કરવામાં આવશે.

Khelo India Games : આજથી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નું રંગારંગ પ્રારંભ, ખેલાડીઓ બતાવશે પોતાની તાકાત
આજે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નું રંગારંગ પ્રારંભ
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 30, 2023 | 11:28 AM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની આગામી સિઝન 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશના 8 શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ ગેમ્સમાં 27 ઇવેન્ટ થશે. ટ્રેક એન્ડ ફિલ્ડ ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક, સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મધ્યપ્રદેશના રમતગમત મંત્રી યશોધરા રાજે સિંધિયાની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ-2022નો રંગારંગ પ્રારંભ

આ સિવાય ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, ખરગોન અને બાલાઘાટમાં પણ રમતો રમાશે.સરકારના ઓલિમ્પિક અભિયાન સેલમાં સામેલ અંજુનું માનવું છે કે ખેલો ઈન્ડિયા ગેમ્સ ખેલાડીઓના પ્રતિભાઓના કૌશલ્યને વધારવામાં ઘણી મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને રમત મંત્રાલયના પ્રયાસોથી આ એક અનોખી પહેલ છે. આ ગેમ્સના સારા પરિણામો પણ આવવા લાગ્યા છે.

ગાયક શાન પરફોર્મ કરશે

જાણીતા ટીવી સ્ટાર જય ભાનુશાલી ઓપનિંગ સેરેમનીનું એન્કર કરશે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના થીમ સોંગ માટે અવાજ આપનાર પ્રખ્યાત ગાયક શાન સમારોહમાં પરફોર્મ કરશે. ગાયિકા નીતિ મોહન નર્મદા અષ્ટક રજૂ કરશે. દક્ષિણ ભારતના પ્રખ્યાત ડ્રમ્સ શિવમણી અને જૂથ દ્વારા 100 લોક કલાકારોની ટુકડી દ્વારા એક ભારત-શ્રેષ્ઠ ભારત રજૂ કરવામાં આવશે.

 


વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે કહ્યું છે કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ દ્વારા તેઓ ગ્રાસરુટ પ્રોગ્રામ્સ અને મોટી ટુર્નામેન્ટ વચ્ચે એક મહાન સેતુનું કામ કરી રહ્યા છે. તે ખેલાડીઓ માટે એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે.

શૂટિંગ અને વોટર સ્પોર્ટ્સથી વધુ અપેક્ષા

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં એથ્લેટિક્સ, કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, કેનોઈંગ, રોઈંગ, વોલીબોલ, જુડો અને સ્વિમિંગ ભોપાલમાં યોજાવાની છે. શૂટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટે ભોપાલ બેસ્ટ છે. આ બંને રમતમાં એકેડેમીના ખેલાડીઓ સતત ઉત્કૃષ્ટ દેખાવ કરીને દેશ અને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.