Khelo India youth Games : ગુજરાત 9 મેડલ સાથે 17માં ક્રમ પર, જુઓ નવમા દિવસનું શેડ્યુલ

30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આજે 9માં દિવસનું શેડ્યુલ જુઓ

Khelo India youth Games : ગુજરાત 9 મેડલ સાથે 17માં ક્રમ પર, જુઓ નવમા દિવસનું શેડ્યુલ
Khelo India Youth Games see schedule for 9day
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:29 AM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ગુજરાતના ખેલાડીઓએ 9 સાત મેડલ જીત્યા હતા. એથ્લેટિક્સમાં પણ ખેલાડીઓએ મેડલ જીત્યા છે. ત્યારે 1 ગોલ્ડ મેડલ,5 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં, સોનમે 2000 મીટર સ્ટીપલ ચેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે

આજે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો 9મો દિવસ

ભારત સરકારની ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ આ ફ્લેગશિપ ઈવેન્ટની પાંચમી સિઝન છે, જેનું આયોજન દેશમાં પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે. KIYG 2023 ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ ટેલિકાસ્ટ પર જોઈ શકાય છે. મહત્વની વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આજે રમતનો નવમો દિવસ છે ત્યારે આજનું સંપુર્ણ શેડ્યુલ જુઓ

 

મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર ટોપ પર

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં આજે નવમાં દિવસનું શેડ્યુલ જોઈએ તો આજે વહેલી સવારે 7 વાગ્યાથી રમતનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં હોકી, વેઈટલિફ્ટિંગ, રોઈંગ, સ્વિમિંગ, મલખમ , ફેન્સિંગ ટેનિસ અને કબડ્ડીની રમત રમાય છે. જો આપણે મેડલ ટેલીની વાત કરીએ તો મહારાષ્ટ્ર ટોપ પર છે. તેના ખાતામાં 28 ગોલ્ડ મેડલ, 30 સિલ્વર મેડલ અને 25 મેડલ સાથે ટોટલ 83 મેડલ છે. બીજા સ્થાન પર હરિયાણા, ત્રીજા નંબર પર મધ્યપ્રદેશ ચોથા સ્થાન પર રાજસ્થાન અને પાંચમાં નંબર પર 22 મેડલ સાથે ઓડિશા છે.

 

 

ગુજરાત મેડલ ટેલીમાં 17માં ક્રમે

આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેલાડીઓ પણ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં પોતાની તાકાત દેખાડી રહ્યા છે. જેમાં ગુજરાત 1 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મડેલ અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 6 મેડલ છે. ગુજરાત મેડલ ટેલીમાં 17માં ક્રમે છે.ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. KIYG 2023 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.