India Youth Games : 13 દિવસ, 27 રમતો અને 6 હજાર ખેલાડીઓ, ‘રમતના મહાકુંભ’ નું આજનું શેડ્યુલ જુઓ

|

Jan 31, 2023 | 9:54 AM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (Khelo India Youth Games) ની 5મી સિઝન શરૂ થઈ ગઈ છે. 13 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 6 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

India Youth Games : 13 દિવસ, 27 રમતો અને 6 હજાર ખેલાડીઓ, રમતના મહાકુંભ નું આજનું શેડ્યુલ જુઓ
'રમતના મહાકુંભ' નું આજનું શેડ્યુલ જુઓ
Image Credit source: Twitter

Follow us on

દેશમાં રમતગમતનો મહાકુંભ શરૂ થઈ ગયો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની 5મી સિઝનનું ઉદ્ઘાટન કર્યું. ગેમ્સ 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી એટલે કે 13 દિવસ સુધી ચાલશે.ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન મધ્યપ્રદેશના 8 શહેરોમાં 23 મેદાન પર કરવામાં આવશે. તેનું આયોજન ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર, જબલપુર, મંડલા, બાલાઘાટ અને ખરગોનમાં કરવામાં આવશે.મેડલ વિજેતા ખેલાડીઓને 5 લાખ રૂપિયા મળશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ખેલાડીઓ 27 રમતોમાં ભાગ લેશે

યુથ ગેમ્સમાં દેશના 6 હજારથી વધુ ખેલાડીઓ 27 રમતોમાં ભાગ લેશે. દિલ્હીમાં સાયકલિંગ સ્પર્ધા યોજાશેએટલું જ નહીં, પ્રથમ વખત કાયકિંગ, કેનોઇંગ, અને ફેન્સીંગ જેવી રમતો પણ આ રમતોનો ભાગ હશે.કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રમતગમત રાજ્ય પ્રધાન નિસિથ પ્રામાણિક અને મધ્યપ્રદેશના રમતગમત અને યુવા કલ્યાણ પ્રધાન યશોધરા રાજે સિંધિયા ઉદ્ઘાટનમાં હાજર હતા. આ પ્રસંગે શાન અને નીતિ મોહને પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો.

 

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું બીજા દિવસનું શેડ્યુલ જુઓ

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં આજે બાસ્કેટ બોલની રમત ઈન્દોરમાં બાસ્કેબોલ કોમ્પલેક્ષ ખાતે રમાશે. આર્ચરીની રમત જબલપુર ખાતે, તેમજ વોલિબોલની રમત ભોપાલમાં ટેબલ ટેનિસની સ્પર્ધા સવારે 9 50 કલાકે ઈન્દોરમાં રમાશે, તેમજ સવારના સાડા દશ કલાકે ખોખોની ઈવેન્ટ જબલપુરના રાનીતાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમાશે. બોક્સિંગ 11 કલાકે તેમજ બેડમિન્ટન ગ્વાલિયર ખાતે રમાશે. આ તમામ સ્પર્ધામાં ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે,  મેડલ જીતનારા ખેલાડીઓને મળશે 5 લાખ રુપિયા.

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં કેટલા મેડલો હશે

આ રમતો માટે કુલ 33 મેડલ સેરેમની હશે. આ સેરેમનીમાં કુલ 102 ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ છોકરાઓ અને છોકરીઓની કેટેગરીના વિજેતાઓને મળશે. રમતો દરમિયાન છોકરાઓની કેટેગરીમાં કુલ 53 મેડલ હશે. જેમાં 17 ગૉલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. આ જ રીતે છોકરીઓની કેટેગરીમાં કુલ 49 મેડલ રહેશે. જેમાં 16 ગૉલ્ડ, 16 સિલ્વર તથા 17 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે.આ સ્પર્ધાઓમાં 18 વર્ષની ઉંમર સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ થશે.

Next Article