Khelo India Youth Games 2022માં Medal Tallyમાં મહારાષ્ટ્રને પછાડી આ રાજ્ય પહોંચ્યુ ટોપ પર, જાણો સાતમાં દિવસનું શેડયૂલ

30 જાન્યુઆરીથી શરુ થયેલા આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં એક બાદ એક અલગ અલગ રમતોમાં ધમાકેદાર મેચ જોવા મળી છે. છેલ્લા 6 દિવસમાં ખેલાડીઓએ પોતાના રાજ્યો માટે મેડલ જીતવા માટે ઘણી મહેનત કરી રહ્યાં હતા. ચાલો જાણીએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના સાતમાં દિવસનું શેડયુલ.

Khelo India Youth Games 2022માં Medal Tallyમાં મહારાષ્ટ્રને પછાડી આ રાજ્ય પહોંચ્યુ ટોપ પર, જાણો સાતમાં દિવસનું શેડયૂલ
Khelo India Youth Games 2022
| Edited By: | Updated on: Feb 05, 2023 | 10:15 PM

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સ્ક્રીન સાથેની સ્માર્ટ ટોર્ચનું અનાવરણ કર્યું હતું. આ મશાલ મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી પસાર થઈ હતી.

30 જાન્યુઆરીથી શરુ થયેલા આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં એક બાદ એક અલગ અલગ રમતોમાં ધમાકેદાર મેચ જોવા મળી છે. છેલ્લા 6 દિવસમાં ખેલાડીઓએ પોતાના રાજ્યો માટે મેડલ જીતવા માટે ઘણી મહેનત કરી રહ્યા હતા. ચાલો જાણીએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના સાતમાં દિવસનું શેડયુલ.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો સાતમાં દિવસનો કાર્યક્રમ

 


આવતીકાલે 5 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, શૂટિંગ, ફૂટબોલ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.

છઠ્ઠા દિવસની રમત બાદ મેડલ ટેબલમાં આ રાજ્ય આગળ

 

પાંચમાં રમત બાદ કાલે મહારાષ્ટ્ર રાજ્ય મેડલ ટેલીમાં ટોપ પર હતું, પરતું આજે 1 ગોલ્ડ મેડલ વધારે જીતવાને કારણે હરિયાણા રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય આ મેડલ ટેલીમાં બીજા ક્રમે છે. કાલ સુધી 16માં ક્રમે રહેનાર ગુજરાતની ટીમ આજે કુલ 3 મેડલ સાથે મેડલ ટેલીમાં 22માં ક્રમે છે.

અહીં જોઈ શકાશે ખેલો ઈન્ડિયાની લાઈવ મેચો

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. KIYG 2023 નું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.

ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં કેટલા મેડલો હશે?

આ રમતો માટે કુલ 33 મેડલ સેરેમની હશે. આ સેરેમનીમાં કુલ 102 ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ છોકરાઓ અને છોકરીઓની કેટેગરીના વિજેતાઓને મળશે. રમતો દરમિયાન છોકરાઓની કેટેગરીમાં કુલ 53 મેડલ હશે. જેમાં 17 ગૉલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. આ જ રીતે છોકરીઓની કેટેગરીમાં કુલ 49 મેડલ રહેશે. જેમાં 16 ગૉલ્ડ, 16 સિલ્વર તથા 17 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે.આ સ્પર્ધાઓમાં 18 વર્ષની ઉંમર સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ થશે.

Published On - 11:12 pm, Sat, 4 February 23