ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની વધુ એક દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે.
ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.
બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો છે.
શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.
ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.
Schedule | Day 6️⃣, 4th February 2023#KheloIndia Youth Games 2022#KIYG2022 #KheloIndiaInMP@ChouhanShivraj @yashodhararaje pic.twitter.com/Vtn0qcKKFA
— Khelo India (@kheloindia) February 3, 2023
આજે 4 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.
Have a look at the Medal Tally of the #KheloIndia Youth Games 2022, 3rd February 2023 👇#KIYG2022 #KheloIndiaInMP@ChouhanShivraj @yashodhararaje pic.twitter.com/ESYKxenkdm
— Khelo India (@kheloindia) February 3, 2023
મેડલ ટેલીની વાત કરીએ તો પાંચમાં દિવસની રમત બાદ મહારાષ્ટ્ર રાજ્ય 43 મેડલ સાથે ટોપ પર છે, જ્યારે યજમાન રાજ્ય મધ્ય પ્રદેશ 25 મેડલ સાથે બીજા ક્રમે છે. ગુજરાત રાજ્ય ટોપ 10ની યાદીમાં ક્યાંક પણ નથી. 11 તારીખ સુધી ચાલનારી આ રમતમાં મેડલ જીતવા માટે ખરાખરીનો જંગ જામશે.