AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khelo India Youth Games 2022માં ગુજરાતના ખાતામાં આવ્યો ત્રીજો મેડલ, વિશ્વકર્મા પૂજા સતપાલે જીત્યો બ્રોન્ઝ મેડલ

આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની વધુ એક દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે.

Khelo India Youth Games 2022માં ગુજરાતના ખાતામાં આવ્યો ત્રીજો મેડલ, વિશ્વકર્મા પૂજા સતપાલે જીત્યો બ્રોન્ઝ મેડલ
Khelo India Youth 2022Image Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:50 PM
Share

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની વધુ એક દીકરીએ ગુજરાત માટે મેડલ જીત્યો છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.

વિશ્વકર્મા પૂજા સતપાલે આજે જીત્યો મેડલ

બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો છે.

પુરુષ વોલીબોલ ટીમે જીત્યો સિલ્વર મેડલ

શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.

ગુજરાતની દીકરીએ અપાવ્યો મેડલ

ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો છઠ્ઠા દિવસનો કાર્યક્રમ

આજે 4 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.

5માં દિવસની રમત બાદ મેડલ ટેબલમાં આ રાજ્ય આગળ

મેડલ ટેલીની વાત કરીએ તો પાંચમાં દિવસની રમત બાદ મહારાષ્ટ્ર રાજ્ય 43 મેડલ સાથે ટોપ પર છે, જ્યારે યજમાન રાજ્ય મધ્ય પ્રદેશ 25 મેડલ સાથે બીજા ક્રમે છે. ગુજરાત રાજ્ય ટોપ 10ની યાદીમાં ક્યાંક પણ નથી. 11 તારીખ સુધી ચાલનારી આ રમતમાં મેડલ જીતવા માટે ખરાખરીનો જંગ જામશે.

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">