જ્વાલા ગુટ્ટાએ 30 લિટર બ્રેસ્ટ મિલ્કનું દાન કર્યું,આ ખાસ કારણોસર આ પગલું ભરવામાં આવ્યું

બેડમિન્ટનમાં ભારતને અનેક મેડલ જીતાડનાર ફેમસ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ મોટું પગલું ઉઠાવ્યું છે. જેના લોકો વખાણ કરી રહ્યા છે. જ્વાલા ગુટ્ટા દરરોજ પોતાનું બ્રેસ્ટ મિલ્ક દાન કરી રહી છે. તો ચાલો આની પાછળ શું કારણ છે તે જાણીએ.

જ્વાલા ગુટ્ટાએ 30 લિટર બ્રેસ્ટ મિલ્કનું દાન કર્યું,આ ખાસ કારણોસર આ પગલું ભરવામાં આવ્યું
| Updated on: Sep 12, 2025 | 2:52 PM

ભારતની ફેમસ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ એક એવી પહેલ શરુ કરી છે. જેના લોકો વખાણ કરી રહ્યા છે. હાલમાં માતા બનેલી જ્વાલા દરરોજ સરકારી હોસ્પિટલમાં પોતાનું 600 મિલી લીટર દુધ દાન કરી રહી છે. બેડમિન્ટન કોર્ટ પર દેશને અનેક મેડલ જીતનાર જ્વાલા નાના બાળકોનો જીવ બચાવી રહી છે. જે નવજાત બાળકને માતા નથી. જ્વાલા તેની મદદ માટે આગળ આવી છે. રિપોર્ટ મુજપબ તે અત્યારસુધી 30 લીટર બ્રેસ્ટ મિલ્ક દાન કરી ચૂકી છે. છેલ્લા 4 મહિનામાંથી જ્વાલા ગુટ્ટા દરરોજ માસુમ બાળકો માટે આ કામ કરી રહી છે.

જ્વાલાએ દાન કર્યું બ્રેસ્ટ મિલ્ક

જ્વાલા ગુટ્ટા હાલમાં માતા બની છે. 22 એપ્રિલ 2021ના રોજ તેના લગ્ન અભિનેતા વિષ્ણુ વિનોદ સાથે થયા છે. 4 વર્ષ બાદ જ્વાલા ગુટ્ટા માતા બની છે. જ્વાલા પોતાની દીકરીને દૂધ પીવડાવ્યા બાદ પોતાનું બ્રેસ્ટ મિલ્ક દાન કરે છે. ભારતમાં પહેલી વખત કોઈ ખેલાડીએ આ પગલું ભર્યું છે. જે પ્રેરણાદાયક છે. તમને જણાવી દઈએ કે, માતાનું દૂધ બાળકો માટે અમૃત સમાન હોય છે. માતાના દૂધમાં બાળકોના વિકાસ માટે તમામ જરુરી પોષક તત્વો હોય છે. જેનાથી બાળકોમાં એલર્જી, અસ્થમા અને મોટાપાનો ખતરો ઓછો હોય છે.

જ્વાલા ગુટ્ટાનું કરિયર

જ્વાલા ગુટ્ટાએ પોતાના કરિયરમાં અનેક સફળતાઓ મેળવી છે. તેમણે વર્ષ 2010માં અને 2014માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. વીમેન્સ ડબલ્સમાં તેમણે ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી છે. અશ્વિની પોનપ્પાની સાથે તેમણે અનેક મેચ જીત્યા છે. પોનપ્પાની સાથે તેની જોડી ટોપ 10 રેન્કમાં હતી. ગુટ્ટાએ શ્રુતિ કુરિયનની સાથે મળીને અનેક વખત નેશનલ ચેમ્પિય બની છે. વર્ષ 2011માં તેમણે બીડબલ્યુએફ વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2014માંજ્વાલાએ થોમ્સ અને ઉબેર કેપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જ્વાલા ગુટ્ટા અને વિષ્ણુ વિશાલે હૈદરાબાદમાં તેમની પુત્રીના નામકરણ સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ હાજર રહ્યા હતા. સમારોહમાં હાજરી આપનારા આમિર ખાને દંપતીની પુત્રીનું નામકરણ કર્યું હતું.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. અહી ક્લિક કરો