
હોકીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં (Asian Champions Trophy 2023 Final) ભારતીય પુરૂષ ટીમએ સ્થાન મેળવ્યું છે. ભારતીય હોકી ટીમે સેમિફાઇનલમાં જાપાનને 5-0 થી માત આપી હતી અને ફાઇનલ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. અન્ય સેમિફાઇનલ મેચમાં મલેશિયાએ ગત વર્ષની ચેમ્પિયન કોરિયાને માત આપી હતી. ભારતીય હોકી ટીમ 12 ઓગસ્ટના રોજ ફાઇલન જંગ માટે ચેન્નઇના મેદાન પર ઉતરશે. હોકીની ટુર્નામેન્ટને ભારતીય પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
ભારતીય ટીમ અત્યાર સુધી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ વખત વિજેતા રહ્યું છે. ભારતીય ટીમ શનિવારે ટુર્નામેન્ટના ઇતિહાસની પોતાની પાંચમી ફાઇનલ મેચ રમશે. ભારતીય ટીમએ આ પ્રતિયોગિતામાં સાત વખત ભાગ લીધો છે. ભારતીય ટીમ 2011, 2016 અને 2018 માં આ ટુર્નામેન્ટમાં અગાઉ વિજેતા રહી છે. ભારતીય ટીમ 2012 માં ફાઇનલમાં હારી ગઇ હતી. ભારતીય ટીમનો કપ્તાન હરમનપ્રીત સિંહ ટુર્નામેન્ટનો ટોપ ગોલ સ્કોરર રહ્યો છે. ડ્રેગ ફ્લિક નિષ્ણાત હરમનપ્રીત સિંહએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 8 ગોલ કર્યા છે. મલેશિયાના ટોપ સ્કોરર ફિરહાન અશારીએ અત્યાર સુધી સૌથી વધુ ચાર ગોલ કર્યા છે. ત્રીજા સ્થાન માટે કોરિયા અને જાપાન વચ્ચે ફાઇનલની પહેલા ટક્કર થશે.
ભારતીય પુરૂષ હોકી ટીમ ફાઇનલમાં મલેશિયાને માત આપીને ઇતિહાસ સર્જી શકે છે. ભારત અત્યાર સુધી ત્રણ વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યુ છે અને તે પાકિસ્તાન સાથે સંયુક્ત રીતે ટોપ પર છે. ભારત અને પાકિસ્તાનની ટીમે સૌથી વધુ ત્રણ વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. તેથી ભારત જીત સાથે પાકિસ્તાનને પાછળ છોડી શકે છે. મલેશિયાની ટીમ તેની પ્રથમ ફાઇનલ રમશે. ભારતીય ટીમે લીગ સ્ટેજમાં મલેશિયાની ટીમને 5-0 થી માત આપી હતી. વિશ્વની નંબર ચાર ક્રમાંકિત ટીમ ભારત ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહી છે. ભારતીય ટીમે પાંચ મેચમાં જીત મેળવી અને એક મેચ ડ્રો રમી હતી.
The epic conclusion to the Hero Asian Champions Trophy Chennai 2023 is upon us.
C’mon India just one more game to win 🏆 #HockeyIndia #IndiaKaGame #HACT2023 pic.twitter.com/Z9NDejuqhI
— Hockey India (@TheHockeyIndia) August 12, 2023
ભારત અને મલેશિયા વચ્ચેની ફાઇનલ મેચની સ્ટ્રીમિંગ ઓટીટી પર FanCode એપ પર થશે. જ્યારે ટીવી પર ફાઇનલ મેચનું ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્ક પર થશે. સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ 2 એચડી ચેનલ પર લાઇવ મેચ જોઇ શકાશે. ત્રીજા સ્થાન માટેની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 830 વાગ્યે શરૂ થશે.