National Games: ગુજરાતની ટીમનો હિપ હિપ હુરે મોમેન્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈ ફાઇનલમાં પહોંચ્યો

નેશનલ ગેમ્સ 2022 ટેબલ ટેનિસ સેમિફાઈનલ-ફાઈનલ મેચ PDDU ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે ગુજરાતની 3-0 થી જીત થઈ છે.

National Games: ગુજરાતની ટીમનો હિપ હિપ હુરે મોમેન્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈ ફાઇનલમાં પહોંચ્યો
ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઈ ફાઇનલમાં પહોંચ્યો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 21, 2022 | 4:34 PM

National Games : 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ (National ) ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં (Gujarat) થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત (Surat) ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂ થઈ ત્યારથી ખૂબ જ સારું પર્ફોમન્સ દેખાયું હતું. સુરતના હોમ ગ્રાઉન્ડ પર રમતા હરમીત દેસાઈએ શાનદાર પર્ફોમન્સ આપતા ફાઇનલમાં પહોંચ્યો છે. સેમી ફાઇનલમાં પ્રવેશતા ગોલ્ડ મેડલ હરમીત દેસાઈના નામે થાય તેવી પૂર્ણ શક્યતા છે. ગુજરાતની ટેબલ ટેનિસ ટીમે પશ્ચિમ બંગાળને 3-0થી હરાવીને ટેબલ ટેનિસમાં મેન્સ ટીમ ઈવેન્ટના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બધાની નજર છેલ્લી યજમાન ટીમ પર રહેશે.

સેમી ફાઇનલમાં પશ્ચિમ બંગાળને હાર આપી

ટીમ ગુજરાત હરમીત દેસાઈની આગેવાનીમાં રમી રહી છે. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે ગુજરાતે 3-0 થી વિજય મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળને હરાવીને ગુજરાતનો ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્લી અથવા મહારાષ્ટ્ર સામે ફાઇનલ યોજાશે.હરમીત દેસાઈ, અનિર્બાન ઘોષ સામે 11-8, 8-11, 6-11, 11-4, 11-3 ગેમ જીતી હતી.

 

કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો

ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ માટે સાંજે મેદાનમાં ઉતરશે. નેશનલ ગેમ્સના ફાઇનલમાં ટીમ ગુજરાત ગોલ્ડની દાવેદાર માનવામાં આવી રહી છે. સુરતમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ નેશનલ ગેમ્સ અંતર્ગત રમાઈ રહી છે. હરમીત દેસાઈ તેના ઘરઆંગણે ગોલ્ડ જીતવા મક્કમ છે. આજ સાંજે મહારાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે સેમિફાઇનલ મેચ રમાશે. તેમાં જે જીતશે તેની સાથે ફાઇનલ મેચ રમાશે. ગુજરાતની ટીમ ચોક્કસ જીત મળવશે. ટેબલ ટેનિસમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યની ટિમો ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Published On - 4:32 pm, Wed, 21 September 22