National Games 2022: બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમનો ફાઇનલમાં પ્રવેશ

નેશનલ ગેમ્સમાં બીચ વોલીબોલની રમત સુરતના ડુમસ બીચ ખાતે રમાઇ રહી છે, જેમાં ગુજરાતની મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ગુજરાતે ટોપ સીડ તેલંગાણાને માત આપી હતી. ફાઇનલમાં પુડુચેરી સામે થશે મુકાબલો.

National Games 2022: બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમનો ફાઇનલમાં પ્રવેશ
Gujarat Women's team has reached finals of Beach Volleyball in National Games 2022
| Edited By: | Updated on: Oct 09, 2022 | 4:27 PM

નેશનલ ગેમ્સ 2022 માં (National Games 2022) બીચ વોલીબોલમાં (Beach Volleyball) ગુજરાતની મહિલા ટીમે બીચ વોલીબોલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે ઇવેન્ટની ટોપ સીડ ટીમ તેલંગાણાને સેમિફાઇનલ મુકાબલામાં 2-1 થી માત આપી હતી. ગુજરાતે ફાઇનલમાં પ્રવેશ સાથે વધુ એક મેડલ સુનુશ્ચિત કરી લીધો છે. ગુજરાતની વિજેતા ટીમનો ફાઇનલમાં હવે પુડુચેરી સામે મુકાબલો થશે. બીચ વોલીબોલની રમત સુરતના ડુમસ બીચ ખાતે રમાઇ રહી છે. બીચ વોલીબોલની રમતનું આયોજન 6 ઓક્ટોબરથી શરૂ થયું હતું અને આજે આ પ્રતિયોગિતાનું અંતિમ દિવસ છે જેમાં ગુજરાતે પોતાના નામે એક મેડલ સુનુશ્ચિત કર્યો છે.

બીચ વોલીબોલમાં ગુજરાત મહિલા ટીમનો ફાઇનલમાં પ્રવેશ

સુરત ખાતે આયોજિત બીચ વોલીબોલમાં ગુજરાતની મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે ટોપ સીડ ટીમ તેલંગાણાને સેમિફાઇનલમાં હરાવ્યું હતું. ગુજરાતની સેમિફાઇનલમાં 2-1 થી જીત થઇ હતી. પ્રથમ સેટમાં ગુજરાતની 15-21 થી હાર થઇ હતી. પણ બીજા સેટમાં ગુજરાતે વાપસી કરી હતી અને 21-10 થી જીત મેળવી હતી અને પછી ત્રીજા અને નિર્ણાયક સેટમાં ગુજરાતની મહિલા ટીમે 15-12 થી જીત મેળવી મુકાબલમાં જીત મેળવી હતી. ફાઇનલમાં પ્રવેશ સાથે ગુજરાતની ટીમે મેડલ સુનિશ્ચિત કર્યો છે. ગુજરાતની ગોલ્ડ મેડલની આશા હશે કારણ કે તેલંગાણા ટોપ સીડ ટીમ હતી અને ગુજરાતની ટીમ માટે આ શાનદાર જીત હતી.

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો વિડિયો

ગુજરાત મહિલા ટીમે બીચ વોલીબોલમાં સેમિફાઇનલમાં શાનદાર જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ વિજેતા મહિલા ટીમનો વિડિયો શેર કર્યો હતો. મહિલા ટીમનો વિજેતાની ઉજવણી કરતો વિડિયો હર્ષ સંઘવી દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે આ ઉજવણી મિસ ના કરવાની વીત પણ પોસ્ટમાં કરી હતી.

 

 

ફાઇનલમાં પુડુચેરી સામે થશે મુકાબલો

ગુજરાતની મહિલા ટીમનો ફાઇનલમાં મુકાબલો પુડુચેરી સામે થશે. પુડુચેરીએ સેમિફાઇનલમાં ઓડિશાને 2-1 થી માત આપી હતી. પુડુચેરીએ પ્રથમ સેટ 17-21 થી ગુમાવ્યો હતો ત્યારે બીજા સેટમાં પુડુચેરીએ વાપસી કરીને 21-14 થી જીત મેળવી હતી અને ત્રીજી અને અંતિમ સેટમાં 15-13 થી જીત મેળવી ને પુડુચેરીએ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.