Khelo India Youth Gamesમાં સાતમા દિવસની રમત બાદ ગુજરાતની ટીમે જીત્યા 5 મેડલ, ગુજરાતના ખાતામાં કુલ 8 મેડલ

|

Feb 06, 2023 | 7:12 AM

જરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની  દીકરીઓ એક પછી એક મેડલ જીતી રહી છે. આજે ગુજરાતની દીકરીઓએ ગુજરાતને 5 મેડલ અપાવ્યા છે.

Khelo India Youth Gamesમાં સાતમા દિવસની રમત બાદ ગુજરાતની ટીમે જીત્યા 5 મેડલ, ગુજરાતના ખાતામાં કુલ 8 મેડલ
Khelo India Youth Games 2022
Image Credit source: File photo

Follow us on

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની  દીકરીઓ એક પછી એક મેડલ જીતી રહી છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આજે ગુજરાતના ખાતામાં આવ્યા 5 મેડલ

આજે ગુજરાતે એથલિટસમાં 1 અને જિમ્નેસ્ટિક્સમાં 4 મેડલ જીત્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ મેડલ ગુજરાતની દીકરીઓએ જીત્યા છે. લક્ષિતા સાંડિલ્યા એ ફરી ગુજરાતને મેડલ અપાવ્યો છે. તેણે આ વખતે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો છે. જિમ્નેસ્ટિક્સમાં ગુજરાતની 2 દીકરીઓએ ગુજરાતને આજે 4 મેડલ અપાવ્યા છે, જેમાંથી દિયા ઠાકોરે 3 સિલ્વર મેડલ અને નિશિ ભાવસારે એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

મેડલ ટેલીમાં આ ક્રમે છે ગુજરાત

7માં દિવસની રમત બાદ ગુજરાત ટીમના ખાતામાં  1 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 8 મેડલ છે. આ 8 મેડલ સાથે ગુજરાતની ટીમ મેડલ ટેલીમાં 16માં સ્થાને છે.

ગુજરાતે 6 દિવસની રમત બાદ જીત્યા હતા 3  મેડલ

બોક્સિંગમાં 70 કિલોગ્રામની કેટેગરીમાં ગુજરાતની દીકરી વિશ્વકર્મા પૂજા સતપાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં હરિયાણાની ખેલાડીએ બાજી મારીને ગોલ્ડ મેડલ જીત્યો છે. વિશ્વકર્મા પૂજા સતપાલે ગુજરાતના આ ટુર્નામેન્ટમાં ત્રીજો મેડલ જીતાડયો હતો.

પુરુષ વોલીબોલ ટીમે જીત્યો સિલ્વર મેડલ

શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.

ગુજરાતની દીકરીએ અપાવ્યો મેડલ

ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.

Published On - 10:00 pm, Sun, 5 February 23

Next Article