Khelo India Youth Games 2022માં ગુજરાતે જીત્યા 2 મેડલ, આ રમતમાં ખેલાડીઓએ અપાવ્યું સન્માન

|

Feb 04, 2023 | 4:53 PM

ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની એક દીકરી અને યુવાનોની એક ટીમે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. 

Khelo India Youth Games 2022માં ગુજરાતે જીત્યા 2 મેડલ, આ રમતમાં ખેલાડીઓએ અપાવ્યું સન્માન
Khelo India Youth Games 2022

Follow us on

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી વિવિધ શહેરોમાં ચાલશે. આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના પાંચમાં દિવસે ગુજરાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની પાંચમી સિઝનમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ગુજરાતની એક દીકરી અને યુવાનોની એક ટીમે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.

ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 11 ફેબ્રુઆરી, 2023 સુધી રમાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુરુષ વોલીબોલ ટીમે જીત્યો સિલ્વર મેડલ

સેમીફાઈનલમાં ઉત્તર પ્રદેશ સામે મેળવી હતી જીત

શુક્રવારે ગુજરાત અને હરિયાણાની પુરુષ વોલીબોલ ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં પરાજય થતા ગુજરાતની ટીમે સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. આ પહેલા સેમી ફાઈનલમાં ગુજરાતની પુરુષ વોલીબોલ ટીમે ઉત્તરપ્રદેશની ટીમને હરાવી હતી.

ગુજરાતની દીકરીએ અપાવ્યો મેડલ

ગુજરાતની લક્ષિતા સાંડિલ્યાએ ગર્લ્સ 1500 મીટર રનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 4.45.51ના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો છઠ્ઠા દિવસનો કાર્યક્રમ

આજે 4 ફેબ્રુઆરીના રોજ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022માં હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી મહત્વપૂર્ણ રમતોની મેચ રમાશે. આ મેચમાં અલગ અલગ રાજયોના ખેલાડીઓએ મેદાન પર મેડલ જીતવા માટે ઉતરશે.

5માં દિવસની રમત બાદ મેડલ ટેબલમાં આ રાજ્ય આગળ

મેડલ ટેલીની વાત કરીએ તો પાંચમાં દિવસની રમત બાદ મહારાષ્ટ્ર રાજ્ય 43 મેડલ સાથે ટોપ પર છે, જ્યારે યજમાન રાજ્ય મધ્ય પ્રદેશ 25 મેડલ સાથે બીજા ક્રમે છે. ગુજરાત રાજ્ય ટોપ 10ની યાદીમાં ક્યાંક પણ નથી. 11 તારીખ સુધી ચાલનારી આ રમતમાં મેડલ જીતવા માટે ખરાખરીનો જંગ જામશે.

ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં કેટલા મેડલો હશે?

આ રમતો માટે કુલ 33 મેડલ સેરેમની હશે. આ સેરેમનીમાં કુલ 102 ગૉલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ છોકરાઓ અને છોકરીઓની કેટેગરીના વિજેતાઓને મળશે. રમતો દરમિયાન છોકરાઓની કેટેગરીમાં કુલ 53 મેડલ હશે. જેમાં 17 ગૉલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. આ જ રીતે છોકરીઓની કેટેગરીમાં કુલ 49 મેડલ રહેશે. જેમાં 16 ગૉલ્ડ, 16 સિલ્વર તથા 17 બ્રૉન્ઝ મેડલ આપવામાં આવશે. આ સ્પર્ધાઓમાં 18 વર્ષની ઉંમર સુધીના પ્રતિભાશાળી ખેલાડીઓ સામેલ થશે.

Next Article