ગુજરાતની 2 દીકરી દુનિયામાં ડંકો વગાડશે, ભારતની U-17 Girls Football Team તૈયારીના ભાગરૂપે ઇટાલી અને નોર્વેમા રમશે મેચ

|

Jun 23, 2022 | 2:46 PM

ભારતની અંડર-17 મહિલા ટીમ (U-17 Girls Football Team) ઈટાલી અને નોર્વેનો પ્રવાસ કરશે. ભારતીય યુવા ટીમ યુરોપના આ પ્રવાસ દરમિયાન બે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટીમમાં ગુજરાતની 2 દિકરીઓની પણ પસંદગી થઈ છે.

ગુજરાતની 2 દીકરી દુનિયામાં ડંકો વગાડશે, ભારતની U-17 Girls Football Team તૈયારીના ભાગરૂપે ઇટાલી અને નોર્વેમા રમશે મેચ
ગુજરાતની 2 દીકરી દુનિયામાં ડંકો વગાડશે, ભારતની U-17 Girls Football Team તૈયારીના ભાગરૂપે ઇટાલી અને નોર્વેમા રમશે મેચ
Image Credit source: TV 9 gujarati

Follow us on

U-17 Girls Football Team :ભારતની અંડર 17 મહિલા ફુટબોલ ટીમ (U-17 Girls Football Team)માં પોતાનુ કૌવત બતાવવા માટે ગુજરાતની બે દિકરીઓ તૈયાર છે. ગુજરાતની નકેતા અને શુભાંગીસિંહ, ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે ઈટાલી અને નોર્વેમાં બે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારત ઇટાલીમાં 6ઠ્ઠી Torneo Female Football Tournament અને નોર્વેમાં Open Nordic Tournamentમાં ભાગ લેશે. ટોર્નિયો મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારત 22 જૂને ઇટાલી સામે તેમના અભિયાનની શરૂઆત કરશે. અન્ય બે રાષ્ટ્રો ચિલી અને મેક્સિકો છે. ગુજરાતની નકેતા અને શુભાંગીસિંહ વિદેશની ધરતી પર ફુટબોલ રમતી જોવા મળશે.

ગુજરાતની 2 દિકરીઓની ભારતની અંડર-17 મહિલા રાષ્ટ્રીય ટીમ ઈટાલી અને નોર્વેના પ્રવાસ માટે પસંદગી થતા નકેતા અને શુભાંગીના પરિવારમાં ખુશીનો માહૌલ છવાયો છે.

અંડર 17 મહિલા ફુટબોલ ટુર્નામેન્ટની ખેલાડી નકેતા

ભારત 1 જુલાઈ નેધરલેન્ડ સામે ટકરાશે

ભારત v/s ઇટાલી મેચની વિજેતા ચિલી v/s મેક્સિકો મેચની હારનાર સામે રમશે, જ્યારે ચિલી v/s મેક્સિકો મેચની વિજેતા 24 જૂને પ્રથમ મેચના હારનાર સામે ટકરાશે. 26 જૂને પ્રથમ અને બીજી મેચમાં હારનાર ટીમ સામે રમશે. એકબીજા સાથે જ્યારે પ્રથમ અને બીજી મેચના વિજેતા એકબીજા સામે રમશે.બીજી તરફ, નોર્વેમાં ઓપન નોર્ડિક ટુર્નામેન્ટ WU16માં 8 ટીમો એકબીજા સામે ટકરાશે- નેધરલેન્ડ, ભારત, નોર્વે, આઈસલેન્ડ, ડેનમાર્ક, ફેરો આઈલેન્ડ, ફિનલેન્ડ અને સ્વીડન. ભારત 1 જુલાઈ, 2022 ના રોજ નેધરલેન્ડ સામે ટકરાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 


અંડર 17 મહિલા ફુટબોલ ટુર્નામેન્ટની ખેલાડી શુભાંગી સિંહ

ભારતીય મહિલા U23 ટીમ આ મહિનામાં ત્રણ દેશોની ટુર્નામેન્ટ પણ રમશે. અન્ય બે રાષ્ટ્રો સ્વીડન અને યુએસએ છે.

FIFA અંડર-17 2022 (FIFA U17 Women’s World Cup) નો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. મહિલા વિશ્વ કપ ભારત 2022 અને સ્થાનિક આયોજન સમિતિ (LOC) એ ટૂર્નામેન્ટના સમયપત્રકની જાહેરાત કરી. ઓડિશાનું ભુવનેશ્વર (Bhubneshwar) 11 ઓક્ટોબરથી ભારતની ગ્રૂપ સ્ટેજની મેચોની યજમાની કરવા માટે તૈયાર છે. જ્યારે ગોવા બંને સેમિ ફાઇનલની યજમાની કરશે. તો મેગા ટૂર્નામેન્ટની મેચો નવી મુંબઈમાં 30 ઓક્ટોબરે રમાશે. ગ્રુપ સ્ટેજની 24 મેચો 18 ઓક્ટોબરે પુરી થશે. આ મેચ ત્રણેય યજમાન રાજ્યો ઓડિશા, ગોવા અને મહારાષ્ટ્રમાં રમાશે.

ભારતમાં ફુટબોલની રમતનું સ્તર ધીમે ધીમે વધી રહ્યું છે અને નાનાથી લઇને મોટી ઉમરના લોકો ફુટબોલમાં રુચી દાખવતા શરૂ થયા છે. તો સ્કુલ કક્ષાએ બાળકો પણ ફુટબોલની રમતમાં રસ દાખવતા થયા છે અને આ રમતમાં કારકિર્દી બનાવવા માટે આગળ આવી રહ્યા છે.

U17 Squad:

ગોલકીપર્સ : મોનાલિસા દેવી, હેમપ્રિયા સેરમ, કીશમ મેલોડી ચાનુ.

ડિફેન્ડર્સ :  અસ્તમ ઓરાઓન, કાજલ, ભૂમિકા માને, નકેતા, પૂર્ણિમા કુમારી, શુભાંગી સિંહ, સુધા અંકિતા તિર્કી, વર્ષિકા

મિડફિલ્ડર્સ : બબીના દેવી, ગ્લેડીસ ઝોનુનસાંગી, મીશા ભંડારી, પિંકુ દેવી, નીતુ લિન્ડા, શૈલજા

ફોરવર્ડ્સ : અનિતા કુમારી, કાજોલ ઝોઝા, નેહા, રેજિયા દેવી લેશરામ, શેલિયા દેવી, લિન્ડા કોમ સેર્ટો.

Published On - 4:36 pm, Fri, 17 June 22

Next Article