French Open 2022 : બીજીવાર ફાઇનલમાં પહોંચી વિશ્વ નંબર 1 ઈગા, 18 વર્ષની કોકો ગૉફ સામે થશે ટક્કર

Tennis Records : 18 વર્ષની કોકો ગૉફ (Coco Gauff) છેલ્લા 18 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલિસ્ટ બનનાર સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી છે. તેની પહેલા 2004 માં રશિયાની મારિયા શારાપોવા (Maria Sharapova) એ 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનની ફાઇનલિસ્ટ બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું અને આ ટાઇટલ પણ જીત્યું હતું.

French Open 2022 : બીજીવાર ફાઇનલમાં પહોંચી વિશ્વ નંબર 1 ઈગા, 18 વર્ષની કોકો ગૉફ સામે થશે ટક્કર
Iga Swiatek and Coco Gauff (PC: Twitter)
| Edited By: | Updated on: Jun 03, 2022 | 12:15 PM

ટેનિસ ચાહકોની અપેક્ષા અનુસાર વિશ્વની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઈગા સ્વાઇટેક (Iga Swiatek) ફ્રેન્ચ ઓપન (French Open 2022) મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ સેટ ગુમાવનાર ઈગા સ્વાઇટેક એ મહિલા સિંગલ્સની પ્રથમ સેમિ ફાઈનલમાં રશિયાની 20મી ક્રમાંકિત ડારિયા કાસ્તાકિનાને 6-2, 6-1 થી હરાવી હતી. છેલ્લા 4 મહિનાથી ટેનિસ કોર્ટ પર રાજ કરી રહેલ ઈગાએ ડારિયાને કોઈ તક આપી નથી અને વર્ષ 2020 પછી માત્ર 3 ગેમ હારીને બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઈગા વર્ષ 2020 માં અહીં ચેમ્પિયન રહી છે.

આ સિઝનમાં ઈગાની આ સતત 34 મી જીત છે અને તે 2000 કે તેથી વધુ સમયથી સૌથી લાંબી જીતના સિલસિલામાં સેરેના વિલિયમ્સ પછી બીજા ક્રમે છે. નંબર વન પર સેરેનાની મોટી બહેન વિનસ વિલિયમ્સ છે જેણે વર્ષ 2000 માં સતત 35 મેચ જીતી હતી.

 

18 વર્ષની કોકો ગૉફ સામે થશે ટક્કર

તાજેતરમાં 21 વર્ષની થઈ ગયેલી ઈગા ફાઇનલમાં 18મી સીડ અને 18 વર્ષની અમેરિકાની કોકો ગૉફ (Coco Gauff) સામે ટકરાશે. કોકો ગોફે ઈટાલીની બિનક્રમાંકિત માર્ટિના ટ્રેવિસનને 6-3, 6-1 થી હરાવી પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઇએ કે આ યુવા મહિલા ટેનિસ ખેલાડી કોકો ગોફ તેની કારકિર્દીમાં ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાં રમી રહી છે. આ પહેલા કોકો ગૉફ કોઈપણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી શક્યો ન હતી. આ તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હશે. કોકો ગોફ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તે 2021 માં ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગઈ હતી.

છેલ્લા 18 વર્ષમાં પહેલી સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી

18 વર્ષની કોકો ગૉફ છેલ્લા 18 વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલિસ્ટ બનનાર સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી છે. તેની પહેલા 2004 માં રશિયાની મારિયા શારાપોવાએ 17 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનની ફાઇનલિસ્ટ બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું અને આ ટાઇટલ પણ જીત્યું હતું. એટલું જ નહીં તે ટૂર્નામેન્ટના 20 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા ફાઇનલિસ્ટ પણ છે. 2001 માં બેલ્જિયમની કિમ ક્લાઈસ્ટર્સે અહીં તેના કરતાં નાની ઉંમરે ફાઈનલ રમી હતી.