French Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ સેમિ ફાઇનલમાં ખૂબ જ રોમાંચક મેચમાં હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થયો

|

Jun 03, 2022 | 12:26 PM

Tennis : સેમિ ફાઈનલમાં રોહન બોપન્ના (Rohan Bopanna) અને મિડલકુપ (Middelkoop) ની જોડીને જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું. 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

French Open 2022 : રોહન બોપન્ના અને મિડલકૂપ સેમિ ફાઇનલમાં ખૂબ જ રોમાંચક મેચમાં હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થયો
Rohan Bopanna and MiddelKoop (PC: Rohan Bopanna Twitter)

Follow us on

ભારતનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના (Rohan Bopanna) ફ્રેન્ચ ઓપન (French Open 2022) માંથી બહાર થઈ ગયો છે. રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલકુપ મેન્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને જીતની નજીક પહોંચ્યા બાદ મેચ હારી ગયા હતા. 42 વર્ષીય રોહન બોપન્ના અને તેના પાર્ટનર માટવે મિડલ કુપ એ પુરુષ ડબલ્સ સેમિ ફાઈનલમાં પહોંચવા માટે 2 અઘરી મેચ જીતી હતી. પરંતુ સેમિ ફાઈનલમાં જીન જુલિયન રોજર અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલોની ડચ જોડીએ 4-6 થી હરાવ્યું હતું. 6-3, 7-6 (10-8) માત આપી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ભારતીય અને ડચની જોડીએ 2 કલાકથી વધુ ચાલેલી મેચનો પ્રારંભિક સેટ જીતીને મેચમાં પોતાની પકડ મજબુત બનાવી હતી. પરંતુ બીજા સેટમાં હરીફ જોડીએ ધીમે ધીમે બાજી પોતાના તરફ કરી હતી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં હરીફ જોડીની સર્વિસ ટાઈબ્રેકર સાબિત થઇ હતી. એક સમયે રોહન બોપન્ના અને તેના સાથીદાર મિડલકુપ ટાઈબ્રેકર 2-6 થી પાછળ હતા. ત્યાર બાદ બંનેએ સંઘર્ષ બાદ પુનરાગમન કર્યું હતું પરંતુ અંતે 8-10 ટાઈબ્રેક, સેટ અને મેચ હારી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાની કારકિર્દીની આ પાંચમી ગ્રાન્ડ સ્લેમ મેન્સ ડબલ્સ સેમિ ફાઇનલ હતી અને 2015 પછી તે કોઇ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 માં પહોંચ્યો હતો. તેનો સાથી મિડલકુપ પ્રથમ વખત કોઈપણ ગ્રાન્ડ સ્લેમની અંતિમ 4 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. રોહન બોપન્નાએ મેન્સ ડબલ્સમાં કોઈ ડબલ્સ ટાઇટલ જીત્યું નથી અને 2010 યુએસ ઓપનમાં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચ્યો છે. જ્યારે વર્ષ 2017 માં તેણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. હાર બાદ રોહન બોપન્નાએ કહ્યું કે, તે ચોક્કસપણે ખૂબ જ નિરાશ છે અને માત્ર 2-3 પોઈન્ટના કારણે ટાઈટલ મેચ ચૂકી ગયો છે.

ફ્રેન્ચ ઓપન (French Open 2022) મેન્સ ડબલ્સની ફાઇનલમાં રોજર-અરેવાલોનો મુકાબલો હવે અમેરિકાના ઓસ્ટિન ક્રઝિસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડીજ સામે થશે. તમને જણાવી દઇએ કે ઈવાન મિક્સ ડબલ્સમાં ભારતની સાનિયા મિર્ઝાની ભાગીદાર હતી.

Next Article