મેચ પહેલા થયો હોબાળો, મારામારીનો મામલો રસ્તા સુધી પહોંચ્યો જુઓ Video

ઈટાલીમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ મેચ દરમિયાન આવો નજારો જોવા મળ્યો હતો. કે આજ સુધી જોવા મળ્યો નથી. ફૂટબોલ મેચની દુશ્મનાવટમાં, ચાહકોએ મારપીટ કરી અને તેનાથી તેમને સંતોષ ન થયો તો આગ ચાંપવાનું શરુ કર્યું

મેચ પહેલા થયો હોબાળો, મારામારીનો મામલો રસ્તા સુધી પહોંચ્યો જુઓ Video
| Edited By: | Updated on: Mar 16, 2023 | 2:34 PM

કેટલીક વખત રમતના મેદાનમાં તુફાન જોવા મળે છે જ્યારે એકબીજી ટીમના ચાહકો લાઈવ મેચ દરમિયાન એકબીજા સામે આવી જાય છે અને આવું જ કંઈક નેપલ્સમાં જોવા મળ્યું હતું, જ્યાં Napoli અને Eintracht Frankfurt વચ્ચે ફૂટબોલ મેચ પહેલા બંને ટીમના સમર્થકો વચ્ચે એવી રીતે ઘર્ષણ થયું કે સ્થિતિ ખરાબથી થઈ ગઈ હતી.15 માર્ચે ચેમ્પિયન્સ લીગમાં બંને ટીમો વચ્ચે આ મેચ રમાઈ હતી, પરંતુ તે પહેલા લાગેલી આગે આખા શહેરને લપેટમાં લીધું હતું. કહેવા માં આવી રહ્યું છે કે, મામલો મારામારીથી શરૂ થયો હતો,

આગ અને તોડફોડથી શહેરમાં અફરાતફરી

નેપલ્સની શેરીઓ પરનું દ્રશ્ય હ્રદયદ્રાવક હતું. બધી જ જગ્યાએ માત્ર હિંસા અને ગુસ્સો જોવા મળી રહ્યો હતો. બંને ટીમના ચાહકો વચ્ચે ખુરશીઓ ફેંકવામાં આવી હતી. વાહનોના કાચ તોડી આગ લગાડવામાં આવી હતી. બદમાશોએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા.

 

 

પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગયા બાદ પોલીસે ઈટાલીના શહેર નેપલ્સમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. ચેમ્પિયન્સ લીગના રાઉન્ડ ઓફ 16ની આ મેચ જોવા માટે લગભગ 600 ચાહકો જર્મન શહેર ફ્રેન્કફર્ટથી નેપલ્સ પહોંચ્યા હતા.

પોલીસે અનેક લોકોની ધરપકડ કરી

આ ઘટનાની હવે જોરદાર નિંદા થઈ રહી છે. પોલીસે આ મામલે અનેક લોકોની અટકાયત કરી છે, જેની પૂછપરછ કર્યા બાદ તેઓ આ મામલે તપાસ કરશે. આ પછી સ્ટેડિયમમાં ભારે સુરક્ષા સાથે મેચ રમાઈ હતી જેમાં નેપોલીની ટીમે ફ્રેન્કફર્ટને 3-0થી હરાવ્યું હતું. અનેક વખત ફુટબોલના મેદાનમાં આવી ઘટનાઓ જોવા મળતી હોય છે, એકવાર વોર્મ-અપ મેચ દરમિયાન પણ ચાહકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને એકબીજા પર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા.

 આગચંપી અને તોડફોડ કરી

ફિફા વર્લ્ડ કપ 2022માં મોરોક્કો સામેની હારને બેલ્જિયમના ફૂટબોલ ચાહકો પચાવી શક્યા ન હતા. પરિણામ એ આવ્યું કે એ હારની વાસ્તવિક અસર બ્રસેલ્સની શેરીઓમાં દેખાઈ. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં  આગચંપી અને તોડફોડની ઘટનાએ શહેરના વહીવટીતંત્રને હચમચાવી નાખ્યું હતું. ફિફા વર્લ્ડ કપના મેદાન પર ટીમની ખરાબ હાલત જોઈને કેટલાક ચાહકોએ માસ્ક પહેરીને આવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. ટીમની હાર પર તેનો આ ગુસ્સો હતો.