Breaking News : 3 લાખમાં ગોલ્ડ મેડલ મેળવો… નેશનલ ગેમ્સમાં ફિક્સિંગનો પર્દાફાશ

ઉત્તરાખંડમાં 38મી રાષ્ટ્રીય રમતોનું આયોજન થઈ રહ્યું છે. આ રમતો દરમિયાન ફિક્સિંગનો એક મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, તાઈકવોન્ડો સ્પર્ધામાં મેડલ ખરીવામાં અને વેચવામાં આવી રહ્યા હતા.

Breaking News : 3 લાખમાં ગોલ્ડ મેડલ મેળવો... નેશનલ ગેમ્સમાં ફિક્સિંગનો પર્દાફાશ
Fixing exposed in National Games
Image Credit source: Tomas Calle/NurPhoto via Getty Images
| Updated on: Feb 04, 2025 | 7:01 PM

ભારતની ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થઈ રહ્યું છે. આ મોટી ટુર્નામેન્ટમાં ફિક્સિંગનો મોટો મામલો સામે આવ્યો છે. ટેકનિકલ કન્ડક્ટ કમિટી (GTCC) એ તાઈકવોન્ડો સ્પર્ધાના ડિરેક્ટર ટી.પ્રવીણ કુમારને હટાવી દીધા છે. ટી.પ્રવીણ કુમારના સ્થાને એસ.દિનેશ કુમારને તાઈકવોન્ડો સ્પર્ધા નિર્દેશક તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. પ્રવીણ કુમાર પર નેશનલ ગેમ્સમાં તાઈકવોન્ડો ઈવેન્ટના પરિણામોમાં સંભવિત છેડછાડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

નેશનલ ગેમ્સમાં ફિક્સિંગનો પર્દાફાશ

વાસ્તવમાં, તાઈકવોન્ડો સ્પર્ધાના નિર્દેશક પ્રવીણ કુમાર પર તાઈકવોન્ડો સ્પર્ધામાં મેડલ વેચવાનો અને મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. નેશનલ ગેમ્સમાં હલ્દવાનીમાં તાઈકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેની શરૂઆત પહેલા જ મેડલ ખરીદવા અને વેચવાના આરોપો સામે આવ્યા હતા. અહેવાલો અનુસાર, ખેલાડીઓ પાસેથી ગોલ્ડ મેડલ માટે 3 લાખ રૂપિયા, સિલ્વર મેડલ માટે 2 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ માટે 1 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા હતા. જે બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ કડક કાર્યવાહી કરી.

 

મેડલ વિજેતાઓ પહેલાથી જ નક્કી થઈ ગયા

તમને જણાવી દઈએ કે, તાઈકવોન્ડો સ્પર્ધામાં 16 માંથી 10 વેઈટ કેટેગરીના મેડલ વિજેતાઓ પહેલાથી જ નક્કી થઈ ગયા હતા. જે બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની GTCC સમિતિએ આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓ મેડલ અને પરિણામો નક્કી કરવામાં પહેલાથી જ સામેલ હતા.

પીટી ઉષાએ નારાજગી વ્યક્ત કરી

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ પણ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, ‘અમે બધા ખેલાડીઓને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ.’ નેશનલ ગેમ્સના મેડલનો સોદો થઈ રહ્યો છે તે અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. IOA કોઈપણ પ્રકારની હેરાફેરી કે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં અને દોષિત ઠરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ખરાબ સમાચાર, ટીમ ઈન્ડિયામાંથી બુમરાહનું નામ હટાવાયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો