મોરોક્કોની સેમિફાઈનલમાં હાર થતા ટ્રેંડ થયુ #Islam, ફ્રાન્સમાં થઈ હિંસા

|

Dec 15, 2022 | 5:08 PM

મોરોક્કોની હાર થતા ફ્રાન્સની રાજધાની પેરિસમાં બંને ટીમોના ફેન્સ વચ્ચે હિંસા થઈ હતી. આ રોમાંચક મેચ બાદ ટ્વિટર પર #Islam ટ્રેન્ડ થયુ હતુ.

મોરોક્કોની સેમિફાઈનલમાં હાર થતા ટ્રેંડ થયુ #Islam, ફ્રાન્સમાં થઈ હિંસા
Fifa World Cup Islam
Image Credit source: Twitter

Follow us on

આજે 15 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે ફિફા વર્લ્ડકપ 2022માં બીજી સેમિફાઈનલ મેચ રમાઈ હતી. આ બીજી સેમિફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને સેમિફાઈનલમાં પહોંચનાર એકમાત્ર આફ્રિકન ટીમ મોરોક્કોની ટીમ વચ્ચે હતી. કતારના અલ બાયત સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મોરોક્કો સામે 0-2થી જીત મેળવીને ફ્રાન્સની ટીમ ચોથીવાર અને સતત બીજીવાર ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી હતી. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

મોરોક્કોની હાર થતા ફ્રાન્સની રાજધાની પેરિસમાં બંને ટીમોના ફેન્સ વચ્ચે હિંસા થઈ હતી. આ રોમાંચક મેચ બાદ ટ્વિટર પર #Islam ટ્રેન્ડ થયુ હતુ. મોરોક્કો એક ઈસ્લામિક દેશ છે. તેણે આ વર્લ્ડકપમાં આશા કરતા વધારે સારુ પ્રદર્શન કર્યુ હતુ. મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી. આ અંડરડોગ ટીમના પ્રદર્શનથી આખી દુનિયામાં તેના ફેન્સ વધ્યા હતા.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

#Islam કેમ ટ્રેન્ડ થઈ રહ્યુ છે ?

 


ફિફા વર્લ્ડકપ 2022 દરમિયાન મોરોક્કોની ટીમ પોતાની જીતની ઉજવણી મેદાન પર નમાઝ પઢીને કરતા હતા. જેના કારણે ઘણા ટ્વિટર હેન્ડલ અને વેબસાઈટ તેને ઈસ્લામની જીત ગણાવતા હતા. મોરોક્કોની સેમિફાઈનલમાં હાર થતા જાણીતા પત્રકારે મોરોક્કો વિરુદ્વ ટ્વિટ પણ કરી હતી. આવા ઘણા ટ્વિટ હેન્ડલ દ્વારા ફ્રાન્સમાં થયેલી હિંસાને કારણે #Islam ટ્રેન્ડ થયુ હતુ. ઘણા લોકો એ તો ફ્રાન્સની જીતને પણ ખોટી ગણાવી હતી. તેમનુ કહેવુ હતુ કે ફ્રાન્સ ખોટી રીતે જીતી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોં પર ફ્રી સ્પીચના નામ પર પૈગંબર મોહમ્મદ અને ઈસ્લામની ટીકાનો આરોપ લાગતો રહ્યો છે. મેચ પહેલા ટ્વિટર પર લોકો એ મોરોક્કોના ખેલાડીઓને ટેગ કરીને ફ્રાન્સને હરાવીને મૈક્રોંને કડક સંદેશ આપવાના સૂચન થયા હતા.

ફિફા વર્લ્ડકપમાં મોરોક્કોનું પ્રદર્શન

વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલ મેચ પહેલા મોરોક્કોની ટીમ છેલ્લી 5 મેચમાંથી 4 મેચ જીત્યુ હતુ. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી પહેલી મેચ ક્રોએશિયા સામે ડ્રો રહી હતી. બીજી મેચાં મોરોક્કોની બેલ્જિયમની મજબૂત ટીમ સામે 2-0થી જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં કેનેડા સામે 2-1થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનને 3-0 હરાવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવી હતી.

મોરોક્કોની ટીમ વર્લ્ડકપ માટે 6 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 21 મેચમાંથી આ ટીમ 5 મેચ જીતી છે. મોરોક્કોની ટીમે 19 ગોલ કર્યા હતા. આ વર્ષે આ ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ રમી રહી હતી.

 

 

 

Published On - 5:08 pm, Thu, 15 December 22

Next Article