FIFA World Cup 2026: ફક્ત ટ્રોફી અને મેડલ જ નહીં, વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને ખાસ રિંગ પણ મળશે

સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે 2026 ના વર્લ્ડ કપ ફાઇનલ મેચ એવી હશે જેના પર આખી દુનિયા નજર રાખશે. જોકે, આ ફાઇનલ અગાઉના કોઈપણ ટાઇટલ મેચ કરતા અલગ હશે, કારણ કે પહેલીવાર વિજેતા ટીમના ખેલાડીઓને ખાસ રિંગ આપવામાં આવશે.

FIFA World Cup 2026: ફક્ત ટ્રોફી અને મેડલ જ નહીં, વર્લ્ડ ચેમ્પિયન ટીમના ખેલાડીઓને ખાસ રિંગ પણ મળશે
FIFA World Cup 2026
Image Credit source: Getty Images
| Updated on: Jul 17, 2026 | 8:05 PM

વિશ્વની સૌથી મોટી રમતગમત ટુર્નામેન્ટનો સૌથી મહત્વપૂર્ણ મુકાબલો હવે આવી ગયો છે. 48 ટીમોથી શરૂ થયેલો FIFA વર્લ્ડ કપ 2026 હવે અંતિમ બે સુધી મર્યાદિત થઈ ગયો છે. FIFA વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ 19 જુલાઈ, રવિવારના રોજ ન્યૂ યોર્કના ન્યુ જર્સી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાશે. વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી, મેડલ અને ઇનામની રકમ તેમજ ખેલાડીઓ માટે એક ખાસ રિંગ મળશે.

વિજેતા ટીમના ખેલાડીઓ માટે ખાસ રિંગ

ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે ઐતિહાસિક વર્લ્ડ કપ ફાઇનલ પહેલા FIFA એ જાહેરાત કરી હતી કે તે ચેમ્પિયન ટીમના ખેલાડીઓને કસ્ટમાઇઝ્ડ રિંગ્સ આપશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વિજેતા ટીમના ખેલાડીઓને ફાઇનલ પછી આવી રિંગ આપવામાં આવશે. અત્યાર સુધી, FIFA ફક્ત ટ્રોફી, મેડલ અને ઇનામની રકમ જ આપતું હતું.

અમેરિકામાં ખેલાડીઓને રિંગ આપવાની પરંપરા

અમેરિકામાં, વિવિધ રમતોમાં વિજેતા ટીમના ખેલાડીઓને રિંગ આપવાની પરંપરા છે. ફેમસ બાસ્કેટબોલ લીગ NBA ની ચેમ્પિયનશિપ રિંગ અને MVP રિંગ વિશ્વભરમાં ફેમસ છે. આ અમેરિકન રમત પરંપરાને જાળવી રાખીને FIFA એ આ વર્ષે વિજેતા ટીમના ખેલાડીઓને આ રિંગ આપવાનું નક્કી કર્યું છે. વિજેતા ટીમને FIFA તરફથી 30 રિંગ આપવામાં આવશે, જે આ વર્લ્ડ કપની ઓળખ તરીકે યાદ રહેશે.

આ રિંગની ખાસિયત શું છે?

તો આ રીંગમાં શું ખાસ છે? પહેલી વાત એ છે કે FIFA એ વર્લ્ડ કપના વર્ષની યાદમાં કુલ 2026 એવી રિંગ્સ બનાવી છે. પરંતુ આમાંથી માત્ર 30 ખેલાડીઓને જ આ રીંગ મળશે. બાકીની 1996 રિંગ્સ વિશ્વભરના ચાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેઓ તેને ખાસ કિંમતે અથવા બિડિંગ દ્વારા ખરીદી શકે છે. આ કેવી રીતે થશે તે અંગે FIFA એ હજુ સુધી જાહેરાત કરી નથી.

સોનાની હીરા જડિત રિંગ

દરેક રિંગનો પોતાનો નંબર હશે, જે 1 થી 2026 સુધી હશે. આ રિંગ્સ સોનાની બનેલી છે અને તેમાં અસંખ્ય નાના હીરા જડેલા છે. રિંગની એક બાજુ વર્લ્ડ કપ ટ્રોફી હશે, જ્યારે બીજી બાજુ વિજેતા ટીમની ઓળખ દર્શાવવામાં આવશે. દરેક રિંગમાં તેનું પ્રમાણપત્ર પણ હશે. ફાઈનલ પછી, વિજેતા ટીમના તમામ 30 ખેલાડીઓને અસ્થાયી રૂપે આ રિંગઆપવામાં આવશે અને પછી તેને પરત લેવામાં આવશે. આ પછી તમામ 30 રિંગ વિજેતા ટીમ અને ખેલાડીઓ અનુસાર કસ્ટમાઈઝ કરવામાં આવશે, જે પછી તેમને અલગ ઈવેન્ટમાં આપવામાં આવશે.

Rohit Sharma Retirement: રોહિત શર્માની કારકિર્દી કેમ પહોંચી અંતિમ પડાવ પર? આ રહ્યા 3 સૌથી મોટા કારણો

Published On - 8:00 pm, Fri, 17 July 26

Follow Us