FIFA World Cup 2026: આર્જેન્ટિના ફરી બનશે ચેમ્પિયન? બન્યો ખાસ સંયોગ, નાઈજીરીયા સાથે છે કનેક્શન

FIFA World Cup 2026: આર્જેન્ટિના FIFA વર્લ્ડ કપ 2026 માં પોતાના ખિતાબનો બચાવ કરશે. આ ટુર્નામેન્ટ પહેલા એક અનોખો સંયોગ બની રહ્યો છે જે બાદ આર્જેન્ટિના ફરી એકવાર ચેમ્પિયન બનશે એવું માનવામાં આવી રહ્યું છે. ચાલી જાણીએ શું છે આ સંયોગ, અને તેનું નાઈજીરીયા સાથે શું કનેક્શન છે.

FIFA World Cup 2026: આર્જેન્ટિના ફરી બનશે ચેમ્પિયન? બન્યો ખાસ સંયોગ, નાઈજીરીયા સાથે છે કનેક્શન
Argentina
Image Credit source: X
| Updated on: Jun 09, 2026 | 6:24 PM

FIFA વર્લ્ડ કપ 2026 11 જૂનથી શરૂ થવાનો છે, જ્યાં આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરશે. આર્જેન્ટિનાએ ગત વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ એક અનોખો સંયોગ સામે આવી રહ્યો છે, જેનાથી ચાહકોને આશા જાગી છે કે આર્જેન્ટિના પોતાના ખિતાબનો બચાવ કરી શકશે. ખરેખર, નાઈજીરીયા અને આર્જેન્ટિના વચ્ચેના FIFA વર્લ્ડ કપ સાથે એક પેટર્ન જોડાયેલી છે, જે ઈતિહાસમાં વારંવાર સાચી સાબિત થઈ છે.

આર્જેન્ટિના ફરી વર્લ્ડ ચેમ્પિયન બનશે?

ફૂટબોલની દુનિયા વિચિત્ર સંયોગો અને રસપ્રદ આંકડાઓથી ભરેલી છે. આવો જ એક સંયોગ નાઈજીરીયા અને આર્જેન્ટિનાની ટીમોનો છે. નાઈજીરીયાની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવાથી આર્જેન્ટિનાના ચાહકોમાં ખુશીનો માહોલ છે. ખરેખર, ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે પણ નાઈજીરીયાની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડ કપની મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે, ત્યારે આર્જેન્ટિના ચેમ્પિયન બનીને ઉભરી આવી છે અને ટ્રોફી જીતી છે.

નાઈજીરીયા બહાર, આર્જેન્ટિના ચેમ્પિયન

નોંધનીય છે કે નાઈજીરીયા 1978 ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું હતું. જયારે આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો. 1986 ના વર્લ્ડ કપમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થયું. નાઈજીરીયા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું, અને ડિએગો મેરાડોનાના જાદુને કારણે, આર્જેન્ટિનાએ બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી. આ પછી, નાઈજીરીયા પણ 2022 ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું, અને લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ 36 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

શું 2026 માં ઈતિહાસનું પુનરાવર્તન થશે?

નાઈજીરીયા પણ 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ ગયું, જેનાથી આર્જેન્ટિનાના ચાહકોમાં આશા જાગી છે. આર્જેન્ટિના 16 જૂને અલ્જેરિયા સામે ગ્રુપ J અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો સામનો ઑસ્ટ્રિયા અને જોર્ડન સાથે થશે. આર્જેન્ટિનાની 26 સભ્યોની ટીમમાં 2022 કતાર વર્લ્ડ કપ વિજેતા ટીમના 17 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમ, ટીમમાં અનુભવનો ભંડાર ધરાવે છે. લિયોનેલ મેસ્સી આ ટીમનું નેતૃત્વ કરશે.

ફિફા વર્લ્ડ કપ 2026 માટે આર્જેન્ટિના ટીમ

ગોલકીપર્સ: એમિલિયાનો માર્ટિનેઝ, ગેરોનીમો રુલી, જુઆન મુસો.

ડિફેન્ડર્સ: ગોન્ઝાલો મોન્ટીલ, નાહુએલ મોલિના, લિસાન્ડ્રો માર્ટિનેઝ, નિકોલસ ઓટામેન્ડી, લિયોનાર્ડો બાલેર્ડી, ક્રિસ્ટિયન રોમેરો, નિકોલસ ટાગ્લિયાફિકો, ફેકુન્ડો મેડિના.

મિડફિલ્ડર્સ: જીઓવાની લો સેલ્સો, લિએન્ડ્રો પેરેડેસ, રોડ્રિગો ડી પોલ, એક્ઝિકેલ પેલેસિયોસ, એન્ઝો ફર્નાન્ડીઝ, એલેક્સિસ મેક એલિસ્ટર, વેલેન્ટિન બાર્કો.

ફોરવર્ડ્સ: લિયોનેલ મેસ્સી, નિકોલસ ગોન્ઝાલેઝ, ગિયુલિયાનો સિમોન, લૌટારો માર્ટિનેઝ, જોસ મેન્યુઅલ લોપેઝ, જુલિયન અલ્વારેઝ, થિયાગો અલ્માડા અને નિકો પાઝ.

Breaking News: IPL 2026 માં 31 છગ્ગા, 174 ના સ્ટ્રાઈક રેટથી 593 રન, છતાં ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો

Published On - 8:48 pm, Fri, 5 June 26

Follow Us