FIFA World Cup 2022 Schedule : 32 ટીમો, એક ટાઈટલ, સ્પર્ધા ક્યાં અને ક્યારે જોઈ શકશો

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના થોડા દિવસો બાદ ફૂટબોલ વર્લ્ડ કપ (FIFA World Cup)શરૂ થશે. 32 ટીમ કતારમાં ઉતરશે.. કતારમાં 20 નવેમ્બરના રોજ ફુટબોલ વર્લ્ડકપ શરુ થશે

FIFA World Cup 2022 Schedule : 32 ટીમો, એક ટાઈટલ, સ્પર્ધા ક્યાં અને ક્યારે જોઈ શકશો
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના થોડા દિવસો બાદ ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થશે
Image Credit source: AFP Photo
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:39 AM

આખી દુનિયા હાલમાં ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપના માહૌલમાં વ્યસ્ત છે. જેની ફાઈનલ 13 નવેમ્બરના રોજ રમાશે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના થોડા દિવસ બાદ ફુટબોલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. કતારમાં 20 નવેમ્બરના રોજ ફુટબોલ વર્લ્ડકપ શરુ થશે. સ્પેન, જર્મની, બ્રાઝિલને ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ઘણી ટીમો અપસેટ કરવા માટે તૈયાર છે. વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ પર પણ નજર રહેશે.

 

છેલ્લી વખત રનરઅપ ક્રોએશિયા ફરી એક વખત ફેરફાર કરવા તૈયાર છે. તમામ ટીમને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન કતાર અને ઈક્વાડોર વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનો ખિતાબી મુકાબલો 18 ડિસેમ્બરના રોજ રમાશે.

 

 

 

ફિફા વર્લ્ડ કપ 2022ની ટીમો

  • ગ્રુપ A: એક્વાડોર, નેધરલેન્ડ, સેનેગલ, કતાર
  • ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઈરાન
  • ગ્રુપ સી: પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
  • ગ્રુપ ડી: ફ્રાન્સ, ટ્યુનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક
  • ગ્રુપ ઈ: કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
  • ગ્રુપ એફ: ક્રોએશિયા, મોરોક્કો, બેલ્જિયમ, કેનેડા
  • ગ્રુપ જી: સર્બિયા, બ્રાઝિલ, કેમરૂન, સ્વિટ્ઝર્લેન્ડ
  • ગ્રુપ એચ: ઉરુગ્વે, રિપબ્લિક ઓફ કોરિયા, પોર્ટુગલ ઘાના

ક્વાર્ટર ફાઇનલ

9 ડિસેમ્બર, સવારે 8:30 વાગ્યે, એજ્યુકેશન સિટી સ્ટેડિયમ 10 ડિસેમ્બર, બપોરે 12:30 વાગ્યે, લુસેલ સ્ટેડિયમ 10 ડિસેમ્બર, સવારે 8:30 વાગ્યે, અલ થુમામા સ્ટેડિયમ 11 ડિસેમ્બર, બપોરે 12:30 વાગ્યે, અલ બાયત સ્ટેડિયમ

 

 

સેમિ-ફાઇનલ

14 ડિસેમ્બર, બપોરે 12:30 કલાકે, અલ બાયત સ્ટેડિયમ 15 ડિસેમ્બર, બપોરે 12:30 કલાકે, લુસેલ સ્ટેડિયમ

ત્રીજા સ્થાનની મેચ

17 ડિસેમ્બર, સવારે 8:30 વાગ્યે, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ

ફાઈનલ

18 ડિસેમ્બર, સવારે 8:30 વાગ્યે, લુસેલ સ્ટેડિયમ

ભારતમાં ફીફા વર્લ્ડ કપ 2022 ની મેચો ક્યાં જોઈ શકાશે

ભારતમાં FIFA World Cup 2022નું લાઈવ કઈ ચેનલ જોઈ શકે છે?

તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારતમાં FIFA વર્લ્ડ કપ 2022નું લાઈવ પ્રસારણ જોઈ શકો છો.

ભારતમાં FIFA વર્લ્ડ કપ 2022નું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો ?

ભારતમાં FIFA World Cup 2022 નું લાઈવ સ્ટ્રીમિંગ Voot પર જોઈ શકાશે.