FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપની મેચની ટિકિટની કિંમત લાખોમાં, જાણો મેચ ક્યાં જોઈ શકશો

|

Nov 13, 2022 | 11:45 AM

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup )ની એક મેચની ટિકિટ14 લાખ રૂપિયા છે. કતારમાં યોજાનાર આ વર્લ્ડ કપને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેથી જ ટિકિટના ભાવ આસમાને છે.

FIFA World Cup 2022: ફિફા વર્લ્ડ કપની મેચની ટિકિટની કિંમત લાખોમાં, જાણો મેચ ક્યાં જોઈ શકશો
ફિફા વર્લ્ડ કપ ટિકિટ કિંમત
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ ફૂટબોલ ફેસ્ટિવલ 20 નવેમ્બરથી શરૂ થશે. ફાઇનલ મેચ 18 ડિસેમ્બરે રમાશે. 29 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. કતારમાં પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. આરબ દેશોમાં દિવસ દરમિયાન ખૂબ ગરમી રહે છે. જેના કારણે તમામ મેચો રાત્રીના સમયે યોજાશે.

કતારમાં ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, પરંતુ કતાર ગે લોકો અંગેના કડક નિયમો અને કાયદાઓને કારણે સતત વિવાદોમાં રહે છે. જો કે, આ બધી બાબતો છતાં ચાહકો ફિફા વર્લ્ડ કપને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જેના કારણે આ ટૂર્નામેન્ટમાં એક મેચની ટિકિટના ભાવ આસમાને છે. ફિફા વર્લ્ડ કપમાં એક મેચની ટિકિટની કિંમત ભારતીય ચલણમાં અંદાજે 14 લાખ રૂપિયા છે.

Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?

 

ક્યાં ખરીદી શકશો ટિકિટ

ફિફા વર્લ્ડકપની ટિકિટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તમામ મેચની ટિકિટ ઓનલાઈન ખરીદી શકાશે. કતારના લોકો અને વિદેશી નાગરીકો માટે ટિકિની કિંમચ અલગ-અલગ રાખવામાં આવી છે. ફીફાની વેબસાઈટ સિવાય બીજા પ્લેટફોર્મ પરથી તમામ ટિકિટ ખરીદી શકાશે પરંતુ ટિકિટની કિંમત અલગ હોઈ શકે છે,જોકે, અત્યાર સુધીમાં ગ્રુપ સ્ટેજની મોટાભાગની ટિકિટો વેચાઈ ચૂકી છે.

ફિફા વર્લ્ડ કપ ટિકિટ કિંમત

  • ગ્રુપ સ્ટેજ – 53 હજારથી 4.79 લાખ રૂપિયા
  • પ્રી-ક્વાર્ટર ફાઈનલ – રૂ. 37 હજારથી રૂ. 18 લાખ
  • ક્વાર્ટર ફાઇનલ – રૂ. 47 હજારથી રૂ. 3.40 લાખ
  • સેમી-ફાઇનલ – રૂ. 77 હજારથી રૂ. 3.5 લાખ
  • ફાઈનલ- રૂ. 2.25 લાખથી રૂ. 13.39 લાખ

ટીવીમાં કઈ રીતે જોઈ શકશો મેચ ?

ભારતમાં ફિફા વર્લ્ડકપની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ ગ્રુપની ચેનલ પર જોઈ શકાશે. તો મોબાઈલ ફોન પર જીયો ટીવી એપમાં ફિફાના વર્લ્ડકપ મેચને જોઈ શકાશે. આ મેચ ભારતીય સમયઅનુસાર બપોરે 3 30 કલાકથી શરુ થઈ રાત્રે 12 30 કલાક સુધી રમાશે.

Published On - 11:26 am, Sun, 13 November 22

Next Article