Netherlands vs Ecuador : ફિફા વર્લ્ડકપ 2022ની છઠ્ઠી ડ્રો મેચ, નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો

|

Nov 25, 2022 | 11:54 PM

FIFA World cup 2022 Netherlands vs ecuador match report : વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં નેધરલેન્ડસની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ઈકવાડોરની ટીમ 46માં સ્થાને છે.

Netherlands vs Ecuador : ફિફા વર્લ્ડકપ 2022ની છઠ્ઠી ડ્રો મેચ, નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો
FIFA World cup 2022 Netherlands vs ecuador match report
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022ની 19મી મેચ આજે કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ઈકવાડોર અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. નેધરલેન્ડસ અને ઈકવાડોરની મેચ 1-1થી ડ્રો રહી છે. બંને ટીમો એ જીતવા માટે સંઘર્ષ કર્યો, પણ આખરે મેચ ડ્રો થઈ હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ છઠ્ઠી ડ્રો મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022ની 1-1થી ડ્રો થનારી આ બીજી મેચ હતી. ફિફા વર્લ્ડકપ 2022માં મોટાભાગની ટીમો પોતાની પ્રથમ મેચ રમી ચૂકી છે.વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો એ યાદીમાં નેધરલેન્ડસની ટીમ 10માં સ્થાને છે. જ્યારે ઈકવાડોરની ટીમ 46માં સ્થાને છે.

આ સાથે જ ગ્રુપ Aની ટીમ કતાર વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. તે ફિફા વર્લ્ડકપ 2022માંથી બહાર થનાર પહેલી ટીમ બની છે. કતારની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી સૌથી ઝડપથી બહાર થનારી પહેલી યજમાન ટીમ બની છે. આ પહેલા વર્ષ 2010માં યજમાન ટીમ આફ્રિકાના નામે આ રેર્કોડ હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2010 વર્લ્ડ કપમાં યજમાન દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન – પ્રથમ ત્રણ મેચ ના પરિણામ

-દક્ષિણ આફ્રિકા 1-1 મેક્સિકો
– દક્ષિણ આફ્રિકા 0-3 ઉરુગ્વે
– દક્ષિણ આફ્રિકા 2-1 ફ્રાન્સ

જે ફિફા વર્લ્ડકપની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

નેધરલેન્ડસ અને ઈકવાડોર વચ્ચેની મેચ 1-1થી ડ્રો

 

 

 

આખી મેચનો ઘટનાક્રમ

આ હતી ઈકવાડોર અને નેધરલેન્ડની ટીમો

 

ગ્રુપ Aનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

 

Published On - 11:28 pm, Fri, 25 November 22

Next Article