Morocco vs France Semi Final : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ પહોંચી ફાઈનલમાં, અંડરડોગ ટીમ મોરોક્કો સામે મેળવી રોમાંચક જીત

|

Dec 15, 2022 | 3:09 AM

Morocco vs France Semi Final match Result : વર્લ્ડ રેન્કિંગમાં ફ્રાન્સની ટીમ 1759.78 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે મોરોક્કોની ટીમ 1563.5 પોઈન્ટ સાથે 22માં સ્થાને છે.

Morocco vs France Semi Final : ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ પહોંચી ફાઈનલમાં, અંડરડોગ ટીમ મોરોક્કો સામે મેળવી રોમાંચક જીત
Morocco vs france Semi Final match result
Image Credit source: Twitter

Follow us on

આજે 15 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે  ફિફા વર્લ્ડકપ 2022માં બીજી સેમિફાઈનલ મેચ રમાઈ હતી. આ બીજી સેમિફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને સેમિફાઈનલમાં પહોંચનાર એકમાત્ર આફ્રિકન ટીમ મોરોક્કોની ટીમો વચ્ચે હતી. કતારના અલ બાયત સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોના હજારો ફેન્સ હાજર રહ્યા હતા. આ મેચમાં મોરોક્કો સામે 0-2થી જીત મેળવીને ફ્રાન્સની ટીમ ચોથીવાર અને સતત બીજીવાર ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી હતી.વર્લ્ડ રેન્કિંગમાં ફ્રાન્સની ટીમ 1759.78 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે મોરોક્કોની ટીમ 1563.5 પોઈન્ટ સાથે 22માં સ્થાને છે.

18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આખી મેચનો ઘટનાક્રમ ?


ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કોની ટીમ એક પણ મેચ હાર્યુ ન હતુ. મોરોક્કોના ડિફેન્સના ખેલાડીઓ પોતાની ટીમને સેમિફાઈનલ સુધી લાવવામાં સફળ રહ્યા હતા. મોરક્કોની ટીમે ફિફા વર્લ્ડકપમાં સેમિફાઈનલ પહેલા 1 જ ગોલ આપ્યો હતો, જે તેમના એક ખેલાડી એ આપવામાં આવ્યો હતો. આજની મેચમાં મોરોક્કોની ડિફેન્સિગ દીવાલને તોડીને ફ્રાન્સના થિયો હર્નાન્ડીઝ મેચની 5મી જ મિનિટમાં ગોલ કરીને ફ્રાન્સને પ્રથમ હાફમાં લીડ અપાવી હતી. મોરોક્કોના ખેલાડીઓ સ્કોરની બરાબરી કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા હતા. જોકે, ફ્રાન્સના ગોલકીપર Lloris એ તેમના પ્રત્યનોને નિષ્ફળ કર્યા હતા. પ્રથમ હાફમાં 3 મિનિટનો વધારાનો સમય જોડવામાં આવ્યો હતો. પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ 1-0થી આગળ રહી હતી.

મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી. આ અંડરડોગ ટીમના પ્રદર્શનથી આખી દુનિયામાં તેના ફેન્સ વધ્યા હતા. આ ટીમને સ્પોર્ટ કરવા માટે મેદાન પર મોટી સંખ્યમાં ફેન્સ હાજર રહ્યા હતા.

બીજા હાફમાં મેચની 79મી મિનિટમાં ફ્રાન્સના ખેલાડી રાંદલ કોલો મુઆની એ ગોલ કરીને ફ્રાન્સની ફાઈનલની ટિકિટ પાક્કી કરી હતી. જેના કારણે મોરોક્કોના ખેલાડીઓ અને ફેન્સમાં નિરાશા જોવા મળી હતી. 90 મિનિટના અંતે રમતમાં 6 મિનિટની રમત જોડવામાં આવી હતી.

જોકે, અંતે વર્લ્ડકપમાં અજેય રહેનાર મોરોક્કોની ટીમને હારનો સામનો કરવો પડયો હતો. ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022માં આ પહેલી એવી મેચ રમી જેમાં તેણે એક પણ ગોલ આપ્યો ન હોય. સતત બીજીવાર સેમિફાઈનલમાં પહોંચનાર બીજી ટીમ તરીકે ઈતિહાસમાં ફ્રાન્સનું નામ લખાયુ છે. મોરોક્કોની ટીમના વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનને કારણે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. બીજી સેમિફાઈનલ મેચના અંતે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે મૈત્રીભાવ જોવા મળ્યો હતો. મોરોક્કોની ટીમ તેમના ફેન્સ સામે ભાવુક પણ થઈ હતી.

આ હતી ફ્રાન્સ અને મોરોક્કોની ટીમ

 

 


ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે આ પહેલી વર્લ્ડકપ મેચ હતી. આ બંને ટીમો વચ્ચે રમાયેલી 5 ફ્રેન્ડલી મેચોમાં ફ્રાન્સનો દબદબો રહ્યો હતો. ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.

મોરોક્કોની ટીમ વર્લ્ડકપ માટે 6 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 21 મેચમાંથી આ ટીમ 5 મેચ જીતી છે. મોરોક્કોની ટીમે 19 ગોલ કર્યા હતા. આ વર્ષે આ ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ રમી રહી હતી. મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી.

ફિફા વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલ મેચ પહેલા મોરોક્કોની ટીમ છેલ્લી 5 મેચમાંથી 4 મેચ જીત્યુ હતુ. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી પહેલી મેચ ક્રોએશિયા સામે ડ્રો રહી હતી. બીજી મેચાં મોરોક્કોની બેલ્જિયમની મજબૂત ટીમ સામે 2-0થી જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં કેનેડા સામે 2-1થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનને 3-0 હરાવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે  3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી.

Published On - 2:25 am, Thu, 15 December 22

Next Article