FIFA WCમાં ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલમાં ટિકિટ મેળવવાનો આજે છેલ્લો દિવસ, આજે 4 ટીમની ટક્કર

|

Dec 06, 2022 | 12:16 PM

પોર્ટુગલ અને સ્પેન આજે ક્વાર્ટર ફાઇનલ (Quarter Finals)માં ટિકિટ માટે પોતાનો દાવો રજૂ કરશે. આ સિવાય મોરોક્કો અને સ્વિટ્ઝર્લેન્ડ પણ મેદાનમાં હશે.

FIFA WCમાં ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલમાં ટિકિટ મેળવવાનો આજે છેલ્લો દિવસ, આજે 4 ટીમની ટક્કર
ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલમાં ટિકિટ લેવાનો આજે છેલ્લો દિવસ
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપમાં આજે રાઉન્ડ ઓફ 16ની મેચનો છેલ્લો દિવસ છે એટલે કે,ક્વાર્ટર ફાઈનલ માટે ટિકિટ લેવાનો આજે છેલ્લો દિવસ છે આજે વધેલી 4 ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં 2ની આશા રાઉન્ડઓફ 16માં જ પુરી થઈ જશે. જ્યારે અન્ય 2 ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે. ટિકિટ ટુ ક્વાર્ટર ફાઈનલ માટે પોર્ટુગલ અને સ્પેને તો પોતાની દાવેદારી રજુ કરી છે. આ સિવાય મોરક્કો અને સ્વિઝરલેન્ડ પણ મેદાનમાં ઉતરશે.

આજે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આકર્ષણનું કોન્દ્ર બનશે. તેના સિવાય સ્પેનની ટીમના સ્ટાર પર સૌની નજર રહેશે. આ ટીમે રાઉન્ડ ઓફ 16ની ટિકિટ માટે ગ્રુપ સ્ટેજમાં તેમના ગ્રુપની છેલ્લી મેચના પરિણામની રાહ જોવી પડી હતી. આ સિવાય મોરોક્કો અને સ્વિટ્ઝર્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16 માટે સરળતાથી ક્વોલિફાય થઈ ગયા છે. જો કે, હવે આ ચારમાંથી કઈ બે ટીમને ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મળે છે તે જોવાનો સમય આવી ગયો છે.

FIFA WCમાં ક્યારે અને ક્યાં કઈ રીતે તમામ મેચ જોઈ શકશો ?

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

FIFA World Cup 2022માં આજે કઈ ટીમ વચ્ચે મેચ રમાશે ?

ફિફા વર્લ્ડકપના રાઉન્ડ ઓફ 16માં આજે પણ 2 મેચ રમાશે. પ્રથમ મેચ મોરક્કો અને સ્પેનમાં રમાશે. જ્યારે બીજી મેચ પોર્ટુગલ અને સ્વિઝરલેન્ડ વચ્ચે રમાશે.

FIFA World Cup 2022માં આજે 2 મેચ ક્યારે અને ક્યાં સમય પર રમાશે ?

ભારતીય સમય અનુસાર આજે રાત્રે તમામ મેચ રમાશે. મોરક્કો અને સ્પેન વચ્ચે મેચ રાત્રે 08:30 કલાકે રમાશે. બીજી મેચ જે પોર્ટુગલ અને સ્વિઝરલેન્ડ વચ્ચે રમાશે. તે મોડી રાત્રે 12 કાલાકે શરુ થશે.

FIFA World Cup 2022માં આજે 2 મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપમાં આજે રમાનાર 2 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD થશે.

FIFA World Cup 2022માં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ફિફા વર્લ્ડકપની તમામ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર કરવામાં આવશે.

Published On - 10:02 am, Tue, 6 December 22

Next Article