કતારના લુસેલ સ્ટેડિયમમાં આજે 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે પ્રથમ સેમિફાઈનલ મેચ શરુ થઈ હતી. ફિફા વર્લ્ડકપ 2022ની આ પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિના અને ક્રોએેશિયાની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં આ છઠ્ઠી સેમિફાઈનલ મેચ રમી રહી હતી. જ્યારે ક્રોએશિયાની ટીમ ત્રીજી સેમિફાઈનલ મેચ રમી રહી હતી. આજની આ રોમાંચક મેચમાં આર્જેન્ટિનાની ટીમે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠીવાર ફિફા વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી છે.
વર્લ્ડ રેન્કિંગમાં આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ 1645.63 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે.આજની મેચમાં જીત મેળવીને આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચી છે. 18 ડિસેમ્બરના રોજ બીજી સેમિફાઈનલ મેચ જીતનાર ટીમ સાથે આ ટીમ ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચ રમશે. જયારે ક્રોએશિયાની ટીમ 17 ડિસેમ્બરના રોજ રમાનારી ત્રીજા સ્થાન માટેની મેચમાં બીજી સેમિફાઈનલમાં હારનાર ટીમ સામે રમશે.
ફિફા વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલ મેચ પહેલા Al Rihla બોલનો ઉપયોગ થતો હતો. સેમિફાઈનલ મેચથી ફિફા વર્લ્ડકપમાં Al Hilm બોલનો ઉપયોગ થવાની શરુઆત થઈ. આજની મેચમાં ઉતરીને આર્જેન્ટિનાના મેસ્સી એ જર્મનીના કેપ્ટન લોથર મેથ્યુસનો વર્લ્ડકપની 25 મેચ રમવાના રેકોર્ડની બરાબરી કરી હતી. 2006માં વર્લ્ડકપની આવી જ એક મેચમાં ક્રોએશિયાની ટીમના લુકા મોડ્રિકે વર્લ્ડકપમાં ડેબ્યુ કર્યુ હતુ. જ્યારે આર્જેન્ટિના મેસ્સી એ તે મેચમાં વર્લ્ડકપનો પ્રથમ ગોલ કર્યો હતો.
આજની આ રોમાંચક સેમિફાઈનલ મેચના પ્રથમ હાફમાં આર્જેન્ટિનાના 2 ગોલને કારણે સ્કોર 2-0 રહ્યો હતો. મેચની પ્રથમ 30 મિનિટમાં ક્રોએશિયાનો દબદબો રહ્યો હતો. 34મી મિનિટમાં મહાન ફૂટબોલર મેસ્સી એ પેનલટીની તકનો લાભ લઈને ગોલ કર્યો હતો. ફિફા વર્લ્ડકપ 2022નો મેસ્સીનો આ 5મો ગોલ હતો. તેણે પેનલટી દ્વારા આ ત્રીજો ગોલ કર્યો હતો. તેણે આર્જેન્ટિના માટે 5 વર્લ્ડકપમાં સૌથી વધારે 11 ગોલ કર્યા છે. તેણે પોતાના દેશ માટે સૌથી વધારે ગોલ વર્લ્ડકપમાં કર્યા છે. આ સાથે જ તે વર્લ્ડકપમાં 5 ગોલ કરનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બની ગયો છે. મેચની 39મી મિનિટે આર્જેન્ટિનાના 21 વર્ષીય જુલિયન અલ્વેરેઝે ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. ફિફા વર્લ્ડકપ 2022નો આ તેનો ત્રીજો ગોલ હતો. આ ગોલ લિયોનલ મેસ્સી એ અસિસ્ટ કર્યો હતો.
બીજા હાફમાં ક્રોએશિયાની ટીમ 2 ગોલ કરીને સ્કોરની બરાબરી કરવા ઉતરી હતી. પણ મેચની 69ની મિનિટે ફરી જુલિયન અલ્વેરેઝે ગોલ કરીને ક્રોએશિયાની ટીમનું મનોબળ છીનભીન કરી દીધુ હતુ. આ ગોલમાં મેસ્સી એ અસિસ્ટ કર્યુ હતુ. જુલિયન અલ્વેરેઝેનો મેચનો આ બીજો અને વર્લ્ડકપનો ચોથો ગોલ હતો. મેચની 90મી મિનિટ બાદ મેચમાં વધુ 5 મિનિટ ઉમેરવામાં આવી હતી. અંતે મેચનો પહેલો ગોલ મારવાનો પ્રયત્ન કરી રહેલા ક્રોએશિયાની ટીમ સામે આર્જેન્ટિનાની ટીમે 0-3થી ભવ્ય જીત મેળવી હતી.
મેચ દરમિયાન 1 ગોલ અને 2 ગોલ અસિસ્ટ કરીને મેસ્સી એ પોતાની ટીમને સેમિફાઈનલમાં ભવ્ય જીત અપાવી હતી. તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. 36 વર્ષ બાદ ફરી ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બનવા માટે આ ટીમ 18 ડિસેમ્બરે ફાઈનલમાં ઉતરશે.
📋 The #ARG and #HRV teams are in! #FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
A closer look at today’s starting XIs 🔍#FIFAWorldCup | #ARG #HRV
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
Only 30 minutes to go! ⏳#FIFAWorldCup | #ARG #HRV
— FIFA World Cup (@FIFAWorldCup) December 13, 2022
ફિફા વર્લ્ડકપમાં બંને ટીમોનું પ્રદર્શન: આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.
ક્રોએશિયાની ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ ટીમે વર્લ્ડકપની 28 મેચમાંથી 12માં મેચમાં જીત મેળવી છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ 1 વાર રનર અપ ટીમ રહી (2018) છે અને 1 વાર ત્રીજા સ્થાને (1998) રહી છે.
Published On - 2:27 am, Wed, 14 December 22