FIFA સુનીલ છેત્રી પર એક ખાસ સીરિઝ બનાવી રહ્યું છે, હાલ તેનું શૂટિંગ ચાલુ છે

|

Jun 20, 2022 | 6:31 AM

Football : વિશ્વમાં જ્યારે પણ ભારતીય ફૂટબોલ (Indian Football) નો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ફક્ત બે જ નામ સૌથી પહેલા મગજમાં આવે છે. ભૂતપૂર્વ કેપ્ટન ભાઈચુંગ ભૂટિયા અને વર્તમાન કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri).

FIFA સુનીલ છેત્રી પર એક ખાસ સીરિઝ બનાવી રહ્યું છે, હાલ તેનું શૂટિંગ ચાલુ છે
Sunil Chhetri (File Photo)

Follow us on

ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ (Indian Football Team) ના સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) ની કારકિર્દી શાનદાર રહી છે અને તેથી જ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA) તેની શાનદાર કારકિર્દી પર એક ખાસ સીરિઝ બનાવી રહ્યું છે. જોકે વર્લ્ડ કપમાં ભાગ લેવો ભારત માટે અત્યાર સુધી એક સપનું છે. પરંતુ સુનિલ છેત્રી ફિફા સિરીઝમાં જોવા મળશે. જે એક મોટી ઉપલબ્ધિ છે. જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, સિરીઝનો એક ભાગ બેંગલુરુમાં શૂટ કરવામાં આવી રહ્યો છે. કારણ કે સુનિલ છેત્રી હાલ ત્યાં રહે છે. જ્યારે અન્ય ભાગનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. જ્યાં તેના માતા-પિતા રહે છે અને જ્યાં તે મોટો થયો છે.

આ સુત્રએ જણાવ્યું કે, આ FIFA ની પ્રાદેશિક સામગ્રી (Regional Content) ની પહેલ છે જે તેણે શરૂ કરી છે. તેથી જ જો વૈશ્વિક સ્તરે ભારતીય ફૂટબોલની વાત કરીએ તો સુનીલ ટોચ પર છે. બીજી તરફ સુનિલ છેત્રીને હંગેરિયન મહાન ફેરેન્ક પુસ્કાસ દ્વારા 84 આંતરરાષ્ટ્રીય ગોલની બરાબરી કરવા બદલ ઇંગ્લિશ પ્રીમિયર લીગ ક્લબ ટોટનહામ હોટસ્પર તરફથી અભિનંદન પણ મળ્યા હતા.

સુનિલ છેત્રીએ ઘર આંગણે જ પાકિસ્તાન સામે પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો

સુનિલ છેત્રી (Sunil Chhetri) એ 17 વર્ષ પહેલાં 12 જૂન 2005 ના રોજ માત્ર 20 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ક્વેટાના અય્યુબ નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શાનદાર ગોલ કરીને તે લાંબા રેસનો ઘોડો હોવાનો સંકેત આપ્યો હતો. ભારતીય ટીમની જર્સી પહેરીને સુનિલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપમાં (22 મેચમાં 18 ગોલ) સૌથી વધુ વખત ગોલ કર્યા છે. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરની 19 મેચોમાં તેના નામે 9 ગોલ પણ છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

સુનિલ છેત્રીએ 2011માં આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી વધુ ગોલ (17 મેચમાં 13 ગોલ) કર્યા છે. તેણે આ વર્ષે અત્યાર સુધી ત્રણ મેચમાં ત્રણ ગોલ કર્યા છે. છેત્રીએ નેપાળ અને માલદીવ (8-8) સામે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કર્યા છે. તેણે માત્ર છ મેચમાં નેપાળ સામે 12 અને માલદીવ સામે 8 ગોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય મેચોમાં છેત્રીએ ત્રણ વખત ગોલની હેટ્રિક નોંધાવી છે.

સિદ્ધિઓથી બહુ ફરક પડતો નથીઃ સુનિલ છેત્રી

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 17 વર્ષ પૂરા કરી ચૂકેલા 37 વર્ષીય છેત્રીએ કહ્યું હતું કે, સિદ્ધિઓ મારા માટે બહુ મહત્વની નથી. આટલા લાંબા સમય સુધી રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરી શકવા માટે હું સન્માનિત અને ભાગ્યશાળી માનું છું. અમે હોંગકોંગ સામેની છેલ્લી ક્વોલિફાયર જીતવા માટે પણ અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. હોંગકોંગ એક મજબૂત ટીમ છે. પરંતુ અમે ઘરઆંગણે રમી રહ્યા છીએ અને અમને ચાહકોનો સંપૂર્ણ સમર્થન છે.

Published On - 3:33 pm, Sun, 19 June 22

Next Article