FIFA 2022 Qatar Vs Senegal : યજમાન દેશ કતારની બીજી કારમી હાર, સેનેગલની ટીમનો 3-1થી ભવ્ય વિજય

|

Nov 25, 2022 | 9:49 PM

FIFA 2022 Qatar Vs Senegal match report : વર્લ્ડ રેકિંગમાં કતારની ફૂટબોલ ટીમનું સ્થાન 50મું છે. જ્યારે સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે. કતારની ટીમ આ વર્લ્ડકપમાં તેની પહેલી મેચ ઈકવાડોર સામે 2-0થી હારી ચૂકી હતી. સેનેલગ પણ તેની પહેલી મેચમાં નેધરલેન્ડ સામે 2-0થી હારી હતી.

FIFA 2022 Qatar Vs Senegal : યજમાન દેશ કતારની બીજી કારમી હાર, સેનેગલની ટીમનો 3-1થી ભવ્ય વિજય
FIFA 2022 Qatar Vs Senegal
Image Credit source: Twitter

Follow us on

કતારના અલ થુમામા સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડકપ 2022ની 18મી મેચ રમાઈ હતી. આ મેચ યજમાન દેશ કતાર અને સેનેલગ વચ્ચે રમાઈ હતી. આ બંને ટીમો ગ્રુપ Aની ટીમો છે. ગ્રુપ સ્ટેજમાં આ બંને ટીમો પોતાની પ્રથમ મેચ રમી ચૂકી હતી. આજે ગ્રુપ સ્ટેજની તેમની બીજી મેચ હતી. આ મેચમાં પ્રથમ હાફમાં સેનેગલની ટીમ 1-0થી આગળ હતી. બીજા હાફમાં કતારની ટીમે ફિફા વર્લ્ડકપ 2022નો પ્રથમ ગોલ માર્યો હતો. આ ગોલ ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં કતારની ટીમનો પહેલો ગોલ હતો.આ મેચમાં સેનેગલની ટીમે 3-1થી જીત મેળવી છે.

આ મેચમાં હાર થતા કતારની ટીમ ફિફા વર્લ્ડકપ 2022માંથી લગભગ બહાર થઈ ગયુ છે. વર્લ્ડ રેકિંગમાં કતારની ફૂટબોલ ટીમનું સ્થાન 50મું છે. જ્યારે સેનેગલની ટીમ આ યાદીમાં 20માં સ્થાને છે. કતારની ટીમ આ વર્લ્ડકપમાં તેની પહેલી મેચ ઈકવાડોર સામે 2-0થી હારી ચૂકી હતી. સેનેલગ પણ તેની પહેલી મેચમાં નેધરલેન્ડ સામે 2-0થી હારી હતી.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

સેનેગલ ફિફા વર્લ્ડકપ 2022માં મેચ જીતનાર પ્રથમ આફ્રિકન દેશ

 

 

 

કતાર દેશની ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઈ રહી હતી. કતાર દેશની ફૂટબોલ ટીમે પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ તે એવી યજમાન ટીમ બની હતી જે વર્લ્ડકપની ઓપનિંગ મેચ હારી હતી. આ હાર સાથે તે પહેલી એવી યજમાન ટીમ બની છે જે સતત 2 મેચ હારી હોય. આ હાર સાથે તે ફિફા વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઈ ગઈ છે.

મેચની સૌથી યાદગાર ક્ષણ

 

મેચનો ઘટનાક્રમ

આ હતી સેનેગલ અને કતારની ટીમો

 

 

 

ગ્રુપ Aનું પોઈન્ટ ટેબલ

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરી છે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતર્યા છે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

Published On - 8:33 pm, Fri, 25 November 22

Next Article