36 વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની આર્જેન્ટિનાની ટીમ, મેસ્સીની વિજય સાથે વિદાય, જુઓ મેચની રોમાંચક ક્ષણ

|

Dec 19, 2022 | 12:11 AM

આજે ફિફા વર્લ્ડકપ ઈતિહાસની 22મી ફાઈનલ મેચ રમાઈ હતી. આજની આ ફાઈનલ મેચમાં એકથી એક રોમાંચક ક્ષણો જોવા મળી હતી.

1 / 10
કતારના દોહામાં સ્થિત લુસેલ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી. 22માં ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને મહાન ફૂટબોલર મેસ્સીની આર્જેન્ટિના ટીમ વચ્ચે રમાઈ હતી.

2 / 10
ફાઈનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી એ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. કલોઝિંગ સેરેમની બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિફા વર્લ્ડકપની 165 કરોડની ટ્રોફીનું અનાવણ કર્યુ હતુ.

3 / 10

બંને ટીમો પાસે ત્રીજીવાર ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બનવાની તક હતી. આ ફાઈનલ મેચ જોવા હજારોની સંખ્યામાં બંને ટીમના ફેન્સ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

4 / 10
આ રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો.

5 / 10
મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી. તે સમયે આ ખેલાડી ભાવુક પણ થયો હતો.

6 / 10
આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. મેસ્સીની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે.ફાઈનલમાં મેસ્સીના ગોલ સાથે જ તે વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની મેચ, કવાર્ટર ફાઈનલ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલની મેચ, સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચમાં ગોલ કરવાર ફિફા ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે.

7 / 10
ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.આ 7માં ગોલ સાથે તે ગોલ્ડન બોલની રેસમાં મેસ્સી કરતા આગળ વધી ગયો હતો.

8 / 10
રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી. 

9 / 10
મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો.ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé  એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.

10 / 10
અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.જેમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.

Published On - 11:32 pm, Sun, 18 December 22

Next Photo Gallery