ભારતીય ફૂટબોલ ટીમે દેશને ફરી એકવાર ખુશ થવાની તક આપી છે. થોડા દિવસ પહેલા જ ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતનારી ટીમ ઈન્ડિયા હવે વધુ એક ખિતાબની નજીક પહોંચી ગઈ છે. કોચ ઇગોર સ્ટિમચની ગેરહાજરી છતાં, સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં પેનલ્ટી શૂટ-આઉટમાં લેબનોનને 4-2થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું જ્યાં તેનો સામનો કુવૈત સાથે થશે.
બેંગલુરુના શ્રી કાંતિરાવા સ્ટેડિયમમાં શનિવારના રોજ સેમિફાઈનલ મેચ રમાય હતી. ભારત માટે આ ટૂર્નામેન્ટ સૌથી મોટો પડકાર છે. ફીફા રેન્કિંગમાં 100 સ્થાન પર રહેલી ટીમ ઈન્ડિયા અને 102 રેન્કવાળી લેબનાન વચ્ચે આ ટક્કર પર ચાહકોની નજર હતી. બંન્ને ટીમો તરફથી 120 મિનિટની રમતમાં કોઈ ગોલ કરી શક્યું નહિ.
ભારતીય ટીમ મેચમાં સૌથી વધુ રસપ્રદ રહી અને લેબાન પર અટેક કર્યો. જેમાં 6 શોટ ટાર્ગેટ પર હતા. હજુ પણ સ્કોર કર્યો ન હતો. તેનાથી વિપરીત, લેબનોને 13 શોટ ફટકાર્યા, જેમાંથી 3 ગોલ પર હતા, પરંતુ તેમને સફળતા પણ મળી ન હતી. ભારતીય ટીમે મેચમાં 61 ટકા કબજો જાળવી રાખ્યો હતો. આ મેચમાં સંપૂર્ણ 90 મિનિટ અને પછી 30 મિનિટના વધારાના સમયમાં પણ કોઈ ગોલ થયો ન હતો.
આ પણ વાંચો : Lausanne Diamond League: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 87.66 મીટર થ્રો સાથે ડાયમંડ લીગનો જીત્યો ખિતાબ
અંતે નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં ભારતના દિગ્ગજ ગોલકીપર ગુરપ્રીત સિંહ સિંધુએ પોતાનો જલવો દેખાડ્યો હતો, ગુરપ્રીતે લેબનાનની પ્રથમ અને ચોથી પેનલ્ટી રોકી હતી. જ્યારે 2 ગોલ કર્યો તો ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રી, અનવર અલી, એન મહેશ સિંહ અને ઉદાંતા સિંહે પોતાની પેનલ્ટીને ગોલમાં બદલી ભારતને 4-2થી જીત અપાવી હતી.
આ સાથે ટીમ ઈન્ડિયાએ સૈફ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતીય ટીમ આ કોમ્પિટીશનમાં 13મી ફાઈનલ છે. હાલની ચેમ્પિયન ભારતીય ટીમે અત્યારસુધી 8 વખત આ ખિતાબ જીત્યો છે. હવે 9મી વખત ખિતાબ માટે તેનો સામનો મંગળવારના રોજ 4 જુલાઈ કુવૈત સામે થશે. કુવૈતે બીજી સેમિફાઈનલમાં નેપાળને 1-0થી હાર આપી હતી.
ગ્રુપ સ્ટેજમાં પણ ભારત અને કુવૈત વચ્ચે ટક્કર જોવા મળી હતી. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ 1-1થી બરાબર રહી હતી. આ મેચમાં ભારતીય કોચ સ્ટીમચને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું, જે બાદ તેના પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એટલા માટે સેમિફાઇનલમાં ભારતીય ટીમના ડગઆઉટમાં સ્ટિમચ જોવા મળ્યો ન હતો અને ફાઇનલમાં પણ તેના વગર ભારતીય ટીમ ટાઇટલ માટે લડશે.