Denmark Open: લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઈનલમાં અપસેટનો શિકાર, સમાપ્ત થયો ભારતનો પડકાર

|

Oct 22, 2022 | 2:23 PM

ડેનમાર્ક ઓપનમાં લક્ષ્ય સેન અંતિમ ભારતીય ખેલાડી હતા, જેની હાર સાથે ટુર્નામેન્ટમાં ભારતનો પડકાર સમાપ્ત થઇ ગયો છે. લક્ષ્ય સેનની જાપાનના ખેલાડી સામે ક્વાર્ટર ફાઇનલમાં હાર થઇ હતી.પુરૂષ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઇ હતી.

1 / 5
કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન લક્ષ્ય સેન ડેનમાર્ક ઓપન સુપર 750 ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કોડાઇ નારાઓકા સામે હારીને બહાર થઇ ગયો હતો. વિશ્વ ચેમ્પિયનશિપ 2021 ના બ્રોન્ઝ મેડલ વિજેતા સેન ને યુવા ઓલંપિક 2018 ના કાંસ્ય પદક વિજેતા નારાઓકા સામે 17-21,12-21 થી હારનો સામનો કરવો પડયો હતો.

2 / 5
બંને આંતરરાષ્ટ્રીય સર્કિટ પર પહેલા પણ ત્રણ વાર રમી ચૂક્યા છે પણ બે વાર જાપાની ખેલાડી ને જીત મળી છે. નારાઓકા એ શરૂઆત થી જ મેચમાં લીડ મેળવી લીધી હતી. શરૂઆતમાં 5-2 ની લીડ પછી તેણે 13-9 ની લીડ બનાવી લીધી હતી. સેન એ એક સમયે 15-14 ની લીડ મેળવી લીધી હતી પણ જાપાની ખેલાડી ઝડપથી મેચમાં પરત ફર્યો હતો. બીજી ગેમમાં નારાઓકાએ સેનને મેચમાં પરત ફરવાની તક આપી ન હતી.

3 / 5
વિશ્વ ચેમ્પિયનશિપ 2021 ના બ્રોન્ઝ મેડલ વિજેતા સેન એ ભારત ના ખેલાડી એચ એસ પ્રણોયને માત આપી હતી. તેણે વિશ્વ ના 13 માં ક્રમાંકિત ખેલાડી પ્રણોયને 21.9, 21.18 થી માત આપી હતી.

4 / 5
સાત્વિકસાઇરાજ રંકીરેડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ બેડમિન્ટન જોડી ડેનમાર્ક ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્વાર્ટર ફાઇનલમાં શુક્રવારે આરોન ચિયા અને વૂઇ યિક સોહની ચોથી ક્રમાંકિત મલેશિયાની જોડી સામે હાર સાથે પ્રતિયોગિતામાંથી બહાર થયા હતા. ભારતીય જોડીએ બંને ગેમમાં સંઘર્ષ કર્યો હતો પણ મલેશિયાની જોડીએ 21-16, 21-19 થી જીત મેળવી હતી.

5 / 5
પુરૂષ એકલ વર્ગમાં કિદામ્બી શ્રીકાંતની હાર સાથે ભારતને મોટી નિરાશા હાથ લાગી. શ્રીકાંત ને સાતમા ક્રમાંકિત ખેલાડી સિંગાપુરના લોહ કીન યૂ એ હરાવ્યો જે 2021માં વિશ્વ ચેમ્પિયન બન્યો હતો. લોહ એ મેચ સીધા સેટોમાં 21-13, 21-15 થી જીતી હતી.

Next Photo Gallery