1.58 લાખની વસ્તી ધરાવતો દેશ FIFA World Cup 2026 માં કરશે ડેબ્યૂ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી નાનો દેશ

2026 ના ફિફા વર્લ્ડ કપમાં કુલ 48 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં ચાર દેશો પોતાનું ડેબ્યૂ કરશે. તે ચારમાંથી એક એવો દેશ છે જેની વસ્તી ફક્ત 158,000 છે. આ દેશ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી નાનો દેશ છે.

1.58 લાખની વસ્તી ધરાવતો દેશ FIFA World Cup 2026 માં કરશે ડેબ્યૂ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી નાનો દેશ
curacao
Image Credit source: Visionhaus/Getty Images
| Updated on: Jun 05, 2026 | 9:59 PM

FIFA વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થવાનો છે. આ 23 મો FIFA વર્લ્ડ કપ છે, જે ઘણી રીતે વિશેષ બન્યો છે. પહેલીવાર FIFA વર્લ્ડ કપનું આયોજન ત્રણ દેશોમાં થઈ રહ્યું છે. FIFA વર્લ્ડ કપ મેચો યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડાના 16 શહેરોમાં યોજાશે. આ વખતે, FIFA વર્લ્ડ કપમાં મહત્તમ 48 દેશોની ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી ચાર ટીમો ડેબ્યૂ કરશે. પરંતુ તે ચાર દેશોમાં, એક દેશ એવો છે જેની વસ્તી 150,000 થી થોડી જ વધારે છે. તે દેશનું નામ છે કુરાકાઓ, જે એક નાનો કેરેબિયન ટાપુ છે. કુરાકાઓની વસ્તી 158,000 છે.

FIFA WC માં ડેબ્યૂ કરનાર સૌથી નાનો દેશ

કુરાકાઓ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર સૌથી નાનો દેશ બન્યો છે. આ રેકોર્ડ અગાઉ આઈસલેન્ડના નામે હતો. કુરાકાઓને 2026 ફિફા વર્લ્ડ કપ માટે ગ્રુપ E માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં જર્મની, આઇવરી કોસ્ટ અને ઈક્વાડોરની ટીમો છે. હવે પ્રશ્ન એ છે કે કુરાકાઓ ફિફા વર્લ્ડ કપ માટે કેવી રીતે ક્વોલિફાય થયું? આ નાના દેશે CONCACAF ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને આ સિદ્ધિ હાંસલ કરી.

આ 3 દેશો પણ ડેબ્યૂ કરશે

કુરાકાઓ ઉપરાંત જોર્ડન, ઉઝબેકિસ્તાન અને કેપ વર્ડે પણ 2026 ફિફા વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. જોર્ડનને 2026 ફિફા વર્લ્ડ કપના ગ્રુપ J માં મૂકવામાં આવ્યું છે, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને અલ્જેરિયાનો પણ સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાન ગ્રુપ K માં પોર્ટુગલ, કોલંબિયા અને ડીઆર કોંગો સાથે રમશે. કેપ વર્ડે ગ્રુપ H માં છે જેમાં સ્પેન, ઉરુગ્વે અને સાઉદી અરેબિયાનો પણ સમાવેશ થાય છે.

કેવી રીતે કર્યું ક્વોલિફાયર?

જોર્ડને AFC ક્વોલિફાયરમાં દક્ષિણ કોરિયા પછી બીજા સ્થાને રહીને પ્રથમ વખત FIFA વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું હતું. ઉઝબેકિસ્તાને નોર્થ અમેરિકા ક્વોલિફાયર ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચીને 2026 FIFA વર્લ્ડ કપમાં સ્થાન મેળવ્યું હતું. કેપ વર્ડેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ 2026 FIFA વર્લ્ડ કપમાં સ્થાન મેળવી લીધું હતું. તે 2026 FIFA વર્લ્ડ કપમાં ભાગ લેનાર બીજો સૌથી નાનો દેશ હશે.

FIFA World Cup 2026: ઈરાન પર વિઝા સંકટ! US એમ્બેસીને સોંપ્યા પાસપોર્ટ, ક્યારે મળશે મંજૂરી?

Published On - 9:58 pm, Fri, 5 June 26

Follow Us