FIFA World Cup : ફૂટબોલ ચાહકોને મોટી રાહત, કતાર જવા માટે vaccination જરૂરી નથી

|

Sep 30, 2022 | 12:29 PM

ફિફા મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ 20 નવેમ્બરથી કતારમાં શરૂ થશે અને 29 દિવસની આ ટુર્નામેન્ટમાં કુલ 32 ટીમો ભાગ લેશે.પરંતુ દેશમાં પ્રવેશતા પહેલા તેમણે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી છે.

FIFA World Cup : ફૂટબોલ ચાહકોને મોટી રાહત, કતાર જવા માટે vaccination જરૂરી નથી
FIFA World Cup: ફૂટબોલ ચાહકોને મોટી રાહત, કતાર જવા માટે vaccination જરૂરી નથી
Image Credit source: AFP

Follow us on

FIFA World Cup: આ વર્ષે રમતની દુનિયામાં 2 મોટી ઈવેન્ટ 2 મહિનાની અંદરમાં થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. તેના થોડા દિવસો બાદ શરુ થશે સૌથી મોટી સિંગલ સ્પોર્ટ ઈવેન્ટ ફુટબોલ વર્લ્ડકપ. અરબ દેશ કતરમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ફીફા પુરુષ વર્લ્ડકપ 2022 (Fifa World Cup 2022)નું આયોજન કરવામાં આવશે. જેના માટે ચાહકોને એક મોટી રાહત મળી છે કારણ કે, વર્લ્ડકપ  ( World Cup)માટે કતાર આવવા માટે રસી લેવી ફરજિયાત રહેશે નહીં.

વર્લ્ડકપ માટે રસી લેવી ફરજિયાત નહિ

કતાર સરકારે ગુરુવાર 29 સપ્ટેબરના રોજ એલાન કર્યું કે, વર્લ્ડકપ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાથી રોકવા માટે મોટું પગલું લેવામાં આવશે પરંતુ ચાહકો માટે આ શાનદાર ટૂર્નામેન્ટમાં જવા માટે રસી લીધા બાદ પ્રવેશ આપવા જેવા નિયમો લગાડવામાં આવશે નહિ પરંતુ દેશમાં પ્રવેશતા પહેલા તેમણે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જરુરી છે.

કતારમાં પ્રથમ વખત ફુટબોલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યં છે. 32 ટીમો વર્લ્ડના આ સૌથી મોટા ટૂર્નામેન્ટની શરુઆત 20 નવેમ્બરથી થશે અને 29 દિવસ સુધી આ મુકાબલો ચાલશે. કતર સરકાર અને ફીફાએ કહ્યું કે, તે આ આયોજનને વૈશ્વિક મહામારીના અંતના રુપમાં જોવા માગે છે અને તેના માટે ચાહકો માટે કોરોનાના નિયમો લઈ વધુ કડક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સરકારી એપમાં ગ્રીન માર્ક જરૂરી

કેટલીક વાતોનું પાલન કરવું જરુરી હશે જેના હેઠળ 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ચાહકોને સરકારી ફોન એપ etheraj પણ ડાઉનલોડ કરવામાં આવશે. જેનાથી ગતિવિધીઓ અને સ્વાસ્થ સ્થિતિ પર નજર રાખવામાં આવશે. વર્લ્ડકપ આયોજકોએ કહ્યું ઈન્ડોર સાર્વજનિક જગ્યા પર જવા માટે આ એપમાં ગ્રીન માર્ક જરુરી છે.

આયોજકોએ એ પણ કહ્યું કે, જો કોરોનાની સ્થિતિ બેકાબુ થાય છે તો પોતાના નિયમોમાં પણ ફેરફાર કરી શકે છે. ચાહકોની સાથે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે માસ્ક પહેરવાની પહેલ કરવામાં આવી છે. જો કોઈ દર્શક સંક્રમિત થાય છે તો સરકાર તેને નિયમો હેઠળ આઈસોલેટ કરશે.

29 દિવસ, 32 ટીમો

ઘણા વિવાદો છતાંટૂર્નામેન્ટ કતારમાં 20 નવેમ્બરથી શરૂ થશે, જે 18 ડિસેમ્બર સુધી ચાલશે. 29 દિવસ સુધી ચાલનારા આ ઈવેન્ટમાં 32 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. સામાન્ય રીતે ફિફા વર્લ્ડ કપ હંમેશા જૂન-જુલાઈ મહિનામાં યોજવામાં આવતો હોય છે, પરંતુ આ મહિનામાં કતારના ગરમ હવામાનને જોતા તેને નવેમ્બર-ડિસેમ્બરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Next Article