Preetismita Bhoi : 275 રૂપિયાનો ખોરાક ખાઈને 150 કિલો વજન ઉપાડ્યું, 15 વર્ષની ખેલાડીએ ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

ઓડિશાની રહેવાસી પ્રીતિસ્મિતા ભોઈએ ઈતિહાસ રચ્યો છે. આ 15 વર્ષની વેઈટલિફ્ટરે 44 કિગ્રા વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. જાણો કોણ છે આ છોકરી અને તેણે આ રેકોર્ડ કેવી રીતે બનાવ્યો.

Preetismita Bhoi : 275 રૂપિયાનો ખોરાક ખાઈને 150 કિલો વજન ઉપાડ્યું, 15 વર્ષની ખેલાડીએ ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ
Preetismita Bhoi
Image Credit source: X
| Updated on: Aug 25, 2025 | 4:12 PM

ભારતની 15 વર્ષીય વેઈટલિફ્ટર પ્રીતિસ્મિતા ભોઈએ શાનદાર પ્રદર્શન કર્યું અને કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી. પ્રીતિસ્મિતા ભોઈએ 44 કિગ્રા કેટેગરીમાં સૌથી વધુ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

15 વર્ષીય પ્રીતિસ્મિતાએ રચ્યો ઈતિહાસ

પ્રીતિસ્મિતાએ તેની કેટેગરીમાં સૌથી વધુ 150 કિગ્રા વજન ઉપાડ્યું. તે સ્નેચમાં બીજા અને ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ રહી. બંને ઈવેન્ટમાં તેણીએ કુલ 150 કિગ્રા વેઈટ લિફ્ટ કર્યો અને તે 10 કિગ્રાના માર્જિનથી પ્રથમ સ્થાને રહી. પ્રીતિસ્મિતા ભોઈએ સ્નેચમાં 63 કિગ્રા વજન ઉપાડ્યું અને ક્લીન એન્ડ જર્કમાં તેનો ત્રીજો પ્રયાસ સૌથી વધુ 87 કિગ્રા હતો.

 

પ્રિતસ્મિતા ભોઈનો સંઘર્ષ

પ્રીતિસ્મિતા ભોઈનો જન્મ 14 નવેમ્બર, 2008ના રોજ ઓડિશાના ધેનકાનાલમાં થયો હતો. જ્યારે તે માત્ર બે વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થયું. આ પછી તેની માતા જમુના દેવીએ તેનો અને તેની બહેન વિદુસ્મિતાનો ઉછેર કર્યો. ખૂબ જ નાની ઉંમરે, બંનેને વેઈટલિફ્ટિંગ કોચ ગોપાલ કૃષ્ણ દાસનો ટેકો મળ્યો, જેમણે તેમની કારકિર્દી બનાવવામાં ઘણી મદદ કરી.

સરકાર તરફથી ભોજન માટે 275 રૂપિયા મળતા

ઓડિશા સરકારે પણ તેમને ઘણી મદદ કરી. વાસ્તવમાં, ઓડિશા સરકારે ગોપાલ કૃષ્ણ દાસના વેઈટલિફ્ટિંગ સેન્ટરને સબ-સેન્ટર બનાવ્યું અને દરેક ખેલાડીને સરકાર તરફથી દર વખતે ભોજન માટે 275 રૂપિયા મળતા. પ્રીતિસ્મિતા ભોઈને પણ આનો લાભ મળ્યો અને આજે માત્ર 15 વર્ષની ઉંમરે, તેણે કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

2023થી મેડલ જીતવાની શરૂઆત

પ્રીતિસ્મિતા ભોઈ 2023થી મેડલ જીતવા માટે ટેવાયેલી છે. આ ખેલાડીએ IWLF નેશનલ યુથ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ પછી, તેણીએ પટનામાં યોજાયેલી ખેલો ઈન્ડિયા નેશનલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2024માં, તે પેરુમાં યોજાયેલી યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નંબર 1 રહી હતી, જ્યાં તેણીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણીએ કોમનવેલ્થમાં પણ તિરંગો લહેરાવ્યો છે.

આ પણ વાંચો: ICC Rule Book EP 26 : મેદાન પર પ્રેક્ટિસ અંગે શું કહે છે ICCનો નિયમ?

ઓલિમ્પિક ગેમ્સ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:58 pm, Mon, 25 August 25