
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે એવી સ્ટોરી લખી છે. જે વર્ષો સુધી યાદ રહેશે. કોમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે 16 મેડલ જીત્યા હતા. CWG 2026નો 10મો દિવસ ભારતીય બોક્સરોના નામે રહ્યો હતો. જેમાં ગોલ્ડ મેડલનો વરસાદ થયો હતો. ભારતે એક જ દિવસમાં જીતેલા 16 મેડલમાંથી અડધાં ગોલ્ડ મેડલ હતા. જેની ભારતને મેડલ ટેલીમાં મોટો ફાયદો થયો છે. એક જ ઝાટકે 6 ટીમને પછાડી હતી.
મેડલ ટેલીમાં ભારતે પહેલા 5 ગોલ્ડ,12 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 23 મેડલ જીતી 10માં સ્થાને હતુ. પરંતુ રમતના 10માં દિવસ આખી બાજી પલટી હતી. કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેલીમાં મોટો ફેરફાર ભારતે કર્યો હતો. માત્ર મેડલ જીતી સંખ્યામાં વધારો કર્યો નથી. પરંતુ તેના રેન્કિંગમાં પણ સારો વધારો થયો છે. 10માં દિવસે ભારતે 8 ગોલ્ડ મેડલ , 5 સિલ્વર અને 3 બ્રોન્ઝની સાથે 16 મેડલ જીત્યા હતા. એક દિવસમાં મળેલી આટલી મોટી સફળતા સાથે મેડલની સંખ્યા 13 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલ સાથે 39 સુધી પહોંચી હતી.
રેન્કિંગમાં ભારત સીધું 10માં સ્થાનથી ચોથા સ્થાને પહોંચ્યું હતુ.CWGમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2010માં દિલ્લીમાં રહ્યું હતુ. ત્યારથી તેમણે 38 ગોલ્ડ મેડલ સાથે કુલ 101 મેડલ જીત્યા હતા. મેડલ ટેલીમાં બીજા નંબરે રહ્યું હતુ.
How the medal table looks at the end of day 9! pic.twitter.com/9C6PMMDZJT
— Glasgow 2026 (@Glasgow_2026) August 1, 2026
ભારતના 10માંથી 7 મેડલ બોક્સરે જીત્યા હતા.CWG 2026 પછી મેડલ ટેલીમાં ટોપની 10 ટીમો 10 દિવસ બાદ જોઈએ. તો પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા, બીજા સ્થાને ઈંગ્લેન્ડ, ત્રીજા સ્થાને કેનેડા, ચોથા સ્થાને ભારત, પાંચમાં સ્થાને સ્કોટલેન્ડ ત્યારબાદ ક્રમશ નાઈઝીરિયા, જમૈકા, ન્યુઝીલેન્ડ,વેલ્સ અને 10માં સ્થાને મલેશિયાની ટીમ રહી હતી.
ભારત 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગ્લાસગોમાં ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન અમદાવાદની ઝલક જોવા મળશે.કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં થઈ હતી. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે. ત્યારે અમદાવાદમાં કોમનવેલ્થ 2030 યોજાવાની છે.જેને લઈ અમદાવાદ સહિત ગુજરાતના લોકો ખુબ જ ખુસ છે.