
કોમનવેલ્થ ગેમ્સ 2026 ના બોક્સિંગ રિંગમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઈનલ યોજાઈ શકે છે. ભારત vs પાકિસ્તાન હાઈ વોલ્ટેજ ફાઈનલ બોક્સિંગ મુકાબલાના સમીકરણો બની રહ્યા છે અને જો બધું બરાબર રહ્યું તો આ ફાઈનલ 1 ઓગસ્ટના રોજ ગ્લાસગોના બોક્સિંગ રિંગમાં જોવા મળશે.
મેન્સ બોક્સિંગમાં ભારતીય બોક્સર જદુમણી સિંહે રાઉન્ડ ઓફ 16 મેચમાં પાકિસ્તાની બોક્સર સુમામા રહેમાનને તેના શક્તિશાળી મુક્કાઓથી હરાવ્યો હતો. અને હવે ઉત્તેજના ચાર ગણી થઈ ગઈ છે કારણ કે આ મેચ મહિલા બોક્સિંગની ફાઈનલ હશે અને ગોલ્ડ મેડલ દાવ પર લાગશે. મહિલાઓના 60 કિલો વજન વર્ગમાં ભારતીય અને પાકિસ્તાની બોક્સરો વચ્ચે ફાઈનલ માટેના સમીકરણો બની રહ્યા છે.
Priya Ghanghas storms into the Women’s 60kg Semi-finals with a commanding win over Niamh Mitchell, securing another medal for India.
Watch the Commonwealth Games Glasgow 2026, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/AA9HPVxH2W
— Sony Sports Network (@SonySportsNetwk) July 28, 2026
28 જુલાઈના રોજ, ભારત અને પાકિસ્તાનની બોક્સરોએ મહિલાઓની 60 કિગ્રા વજન શ્રેણીના ક્વાર્ટર ફાઇનલમાં પોતપોતાના મુકાબલા જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાની બોક્સર ફાતિમા ઝાહરાએ ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની જોર્ડન વિલ્સનને 5-0થી હરાવી. જ્યારે ભારતની પ્રિયા ઘંઘાસે સ્કોટલેન્ડની નિયામ મિશેલને 4-1થી હરાવી હતી.
ARUNDHATI STORMS INTO THE SEMI FINALS & CONFIRMS MEDAL FOR INDIA
Defeats New Zealand’s boxer 3:1
5th Indian Boxer to assure CWG Medal pic.twitter.com/m53PkJWdsH
— The Khel India (@TheKhelIndia) July 29, 2026
મહિલા 60 કિગ્રા બોક્સિંગ સેમિફાઈનલ 31 જુલાઈના રોજ યોજાવાની છે. પાકિસ્તાની બોક્સર ફાતિમાનો મુકાબલો કેનેડિયન બોક્સર મેરી અલ અહમદી સામે થશે. જ્યારે ભારતની પ્રિયાન ઘંઘાસનો મુકાબલો ઈંગ્લેન્ડની લ્યુસી કિંગ્સ સામે થશે.
Fatima Zahra dominated her opponent today! pic.twitter.com/pZ0dKPVGlD
— Muneeb Farrukh (@Muneeb313_) July 28, 2026
જો ભારતની પ્રિયા ઘંઘાસ અને પાકિસ્તાનની ફાતિમા ઝહરા 31 જુલાઈના રોજ સેમિફાઇનલ જીતી જાય છે, તો ભારત અને પાકિસ્તાનની બોક્સરો ફાઇનલમાં પહોંચશે અને 1 ઓગસ્ટના રોજ ભારત vs પાકિસ્તાન હાઈ વોલ્ટેજ રોમાંચક બોક્સિંગ મુકાબલો જોવા મળી શકે છે.