Football પ્રેક્ટિસ સેશન બાદ પોલીસે સ્ટાર ખેલાડીઓને બહાર ખેંચી ખેંચી માર માર્યો, જુઓ VIDEO

પોલીસે ફ્રેન્ડલી મેચ રમવા ગયેલા પેરુના ખેલાડીઓને માર માર્યો હતો. પોલીસ અધિકારીઓની આ કાર્યવાહીથી ભારે ખળભળાટ મચી ગયો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મિડફિલ્ડર યોશિમાર પોલીસકર્મીઓ સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો,

Football પ્રેક્ટિસ સેશન બાદ પોલીસે સ્ટાર ખેલાડીઓને બહાર ખેંચી ખેંચી માર માર્યો,  જુઓ VIDEO
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:59 PM

મેદાન પર પોતાના દેશનો ધ્વજ લહેરાવનાર દિગ્ગજ ખેલાડીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને તે પણ ત્યારે જ્યારે ચાહકોની ભીડ તેમની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહી હતી. પોલીસની આ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સ્પેનનો છે, જ્યાં પેરુની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ ફ્રેન્ડલી મેચ રમવા ગઈ હતી. સ્પેનિશ પોલીસે ટીમ હોટલની બહાર સ્ટાર ખેલાડીઓને માર માર્યો હતો. ટીમ મેડ્રિડમાં રોકાઈ રહી છે. આ સમગ્ર ઘટના જોઈ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હોટલની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. ટીમનું પ્રેક્ટિસ સેશન પૂરું થયા બાદ સેંકડો ચાહકો તેમની હોટલ તરફ જવા લાગ્યા અને તે જ સમયે આ વિવાદ સર્જાયો હતો. પેરુના ગોલકીપર પેડ્રોનું કહેવું છે કે તે ચાહકોનું અભિવાદન કરવા માંગતો હતો અને પોલીસે તેને મારવાનું શરૂ કર્યું.

 

 

જર્સી પકડીને માર માર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં મિડફિલ્ડર યોશિમાર પોલીસકર્મીઓ સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ તેને અધિકારીઓએ ધક્કો માર્યો હતો. આ પછી, બાકીના ખેલાડીઓ અને પોલીસ પણ સાથે જોડાયા અને ટૂંક સમયમાં જ ધમાલ મચી ગઈ હતી. પોલીસ અધિકારીઓ એખેલાડીઓની જર્સી પકડીને ખેંચતા જોવા મળે છે.

આ પણ વાંચો : જો તમે Narendra Modi Stadium મેચ જોવા જઈ રહ્યા છો, તો આ વસ્તુઓ પર છે પ્રતિબંધ વાંચો LIST

પોલીસ ખેલાડીઓ સાથે ધક્કા મુક્કી

વાયરલ વીડિયોમાં કેટલાક ખેલાડીઓ પોલીસકર્મીઓને ખેંચવાની કોશિશ કરતા પણ જોવા મળે છે. આટલું જ નહીં, જ્યારે પેરુવિયન સ્ટ્રાઈકર એલેક્સ વેલેરા ધ્વજ લહેરાવી રહ્યો હતો ત્યારે પોલીસકર્મીઓએ તેની સાથે ધક્કા-મુક્કી પણ કરી હતી. જોકે, હજુ સુધી મેડ્રિડ પોલીસ અને પેરુવિયન ફૂટબોલ ફેડરેશન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…