
FIFA World Cup 2026ની ફાઈનલ માટે ખેલાડીઓ તૈયાર છે. હવે હવે એ પણ નક્કી થઈ ચૂક્યું છે કે, કઈ બે ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. છેલ્લા મહીને 48 ટીમોની સાથે શરુ થયેલો સૌથી મોટો ફીફા વર્લ્ડકપ ફાઈનલમાં સ્પેન અને આર્જેન્ટીનાની ટીમ ફાઈનલમાં પહોંચી છે. સ્પેન 10 વર્ષ પછી ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમતા જોવા મળશે. જ્યારે આર્જેન્ટીના માટે આ સતત બીજી વખત તક હશે. આર્જેન્ટીનાની ટીમે 2022માં રમાયેલા ફીફા વર્લ્ડકપની ફાઈનલ માત્ર રમી ન હતી પરંતુ જીતીને ચેમ્પિયન પણ બની હતી.
સ્પેનની ટીમે સેમિફાઈનલમાં ફ્રાન્સને હરાવી 16 વર્ષ પછી ફીફા વર્લ્ડકપની ફાઈનલની ટિકિટ મેળવી છે. છેલ્લી વખત 2010માં ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમાઈ હતી અને જીતી પણ હતી. આર્જેન્ટીનાની ટીમ ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પહોંચી છે. સ્પેન માટે લૈમિન યમાલ તેનો સૌથી સ્ટાર ખેલાડી છે. તો આર્જેન્ટીના માટે મેસ્સી તેની સૌથી મોટી તાકાત છે.
તો ચાલો એક નજર કરીએ સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે રમાનાર ફીફા વર્લ્ડકપ 2026ની ફાઈનલ સાથે જોડાયેલા કેટલાક જરુરી સવાલો પર, જેના જવાબ જાણવા જરુરી છે.
FIFA World Cup 2026ની ફાઈનલ સ્પેન અને આર્જેન્ટીના વચ્ચે રમાશે.
FIFA World Cup 2026ની ફાઈનલની મેચ ભારતીય સમય અનુસાર 20 જુલાઈના મોડી રાત્રે 12 કલાકે રમાશે.
FIFA World Cup 2026ની ફાઈનલ મેચ ન્યુયોર્કના ન્યુજર્સી સ્ટેડિયમમાં રમાશે.
ભારતમાં FIFA World Cup 2026ની ફાઈનલનું પ્રસારણ ટીવી અને ડિજિટલ બંને પ્લેટફોર્મ પર જોઈ શકશો. ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ ZEE5 પર થશે. ભારતમાં FIFA World Cup 2026ના અધિકારિક ડિજીટલ બ્રોડકાસ્ટર છે.ZEE5 પર મેચ જોવા માટે સબ્સક્રિપ્શન પેક લેવો જરુરી છે.Jio યુઝર DD સ્પોર્ટસની ફીડને Jio TV App પર જોઈ શકો છો. ટીવીના ચાહકો DD સ્પોર્ટસ પર જઈ ફાઈનલ મેચ જોઈ શકે છે. આ સિવાય તેનું પ્રસારણ Unite8 Sports અને Unite8 Sports HD પર થશે.
આર્જેન્ટીના માટે આ ખિતાબને ડિફેન્ડ કરી સતત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. જો આવું થાય છે તો બ્રાઝીલ પછી બીજી એવી ટીમ બનશે. બ્રાઝીલે 1958માં જીત્યા બાદ 1962માં ખિતાબ ડિફેન્ડ કર્યો હતો. સ્પેન માટે આ ચેમ્પિયન બનવાની બીજી તક છે.