AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Open 2026: ટેનિસ ઇતિહાસની સૌથી મોટી પ્રાઈઝ મની, હારનાર ખેલાડી પણ કરોડપતિ બનશે

US Open Tennis 2026 Prize Money : USTA એ યુએસ ઓપન 2026 માટે રેકોર્ડબ્રેક પ્રાઈઝમનીની જાહેરાત કરી છે. આ વર્ષે ટૂર્નામેન્ટની કુલ પ્રાઈઝ મની પૂલ 1033 કરોડ રુપિયા રાખવામાં આવી છે.

US Open 2026: ટેનિસ ઇતિહાસની સૌથી મોટી પ્રાઈઝ મની, હારનાર ખેલાડી પણ કરોડપતિ બનશે
| Updated on: Aug 21, 2026 | 9:25 AM
Share

US Open Tennis 2026 Prize Money : વર્ષેના છેલ્લા ગ્રાન્ડ સ્લૈમ યુએસ ઓપને ટેનિસ ઈતિહાસની સૌથી મોટી પ્રાઈઝમનીની જાહેરાત કરી છે. યુનાઈટેડ સ્ટેટસ ટેનિસ એસોસિએશનના મુજબ આ વર્ષે ટૂર્નામેન્ટની કુલ પ્રાઈઝ પુલ વધારીને 108 મિલિયન ડોલર અંદાજે (1033 કરોડ રુપિયા) કરી દેવામાં આવ્યા છે. આ રકમ ગત્ત વર્ષની તુલનામાં 20 ટકા અને વર્ષ 2024ની તુલનામાં 44 ટકા વધારે છે.

ચેમ્પિયન બનવા પર કેટલા પૈસા મળશે?

ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષ સિંગલ કેટેગરીના ચેમ્પિયનોને આ વખતે રેકોર્ડ અંદાજે 52 કરોડ રુપિયાની મોટી રકમની પ્રાઈઝ મની મળશે. 2025માં ખિતાબ જીતનાર કાર્લોસ અલ્કરાઝ અને આર્યના સબાલેંકાને 5 મિલિયન ડોલર મળ્યા હતા. જેમાં હવે મોટો વધારો થયો છે. આ સિવાય ખાસ વાત એ છે કે, ટૂર્નામેન્ટ દરમિયાન પહેલા રાઉન્ડમાં બહાર થનારા ખેલાડી પણ કરોડપતિ બનશે.

128 ખેલાડીના મેન ડ્રોમાં પહેલી મેચમાં હારી બહાર થનાર એક ખેલાડીને અંદાજે 1.40 લાખ ડોલર અંદાજે 1.34 કરોડ રુપિયા મળશે. ટોપ-8માં સ્થાન બનાવનાર ખેલાડીને 7.4 કરોડ રુપિયા મળશે. આ સિવાય સેમિફાઈનલમાં પહોંચનારખેલાડીને 13 કરોડ રુપિયા મલશે. તેમજ ફાઈનલમાં હારનાર ખેલાડીને 26.8 કરોડ રુપિયા મળશે. જે ચેમ્પિયનને મળનારી રકમથી અડધી છે.

ડબલ્સ, વ્હીલચેર ઈવેન્ટ અને સ્પેશિયલ પ્લેયર આસિસ્ટેન્સ ફંડ

પુરુષ ,મહિલા અને મિક્સ ડબલ્સ વિજેતાઓને અંદાજે 9.53 કરોડ રુપિયા મળશે. તો રનર્સ-અપ જોડીને આશરે 4.7 કરોડ મળશે. 2024 પેરિસ પેરાલિમ્પિક્સ સાથે ટક્કર બાદ 2025 માં પરત ફરેલી વ્હીલચેર ઇવેન્ટ માટે કુલ પ્રાઈઝ પુલ 2026 માં 44.3% વધારીને રેકોર્ડ આશરે 22 કરોડ કરવામાં આવ્યો છે. વ્હીલચેર સિંગલ્સ ચેમ્પિયનને આશરે 99 લાખ મળશે.

આ સિવાય ખેલાડીઓના વેલફેર માટે USTAએ 2 મિલિયન ડોલરનું ખાસ ફંડ પણ શરુ કર્યું છે. જે મહિલા અને પુરુષ ખેલાડીઓ વચ્ચે સમાન રુપમાં વેચવામાં આવશે. તેમજ પેન્શન ઉપરાંત આર્થિક સહાય પણ આપશે.

ટેનિસની રમત ફ્રાન્સમાં 12મી સદીમાં શરૂ થઈ હતી. આ રમતમાં ક્રાંતિકારી પરિવર્તન 16મી સદીમાં આવ્યું જ્યારે પ્રથમ વખત રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">