Breaking News : ભારતના ‘ઉસૈન બોલ્ટ’ એ 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ જીતી

25 વર્ષનો ગુરિંદરવીર સિંહે ઈતિહાસ રચ્યો છે. તેમણે 100 મીટરની રેસ 10.09 સેકન્ડમાં દોડી રાષ્ટ્રીય રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તો ચાલો જાણીએ કોણ છે ભારતનો ઉસૈન બોલ્ટ

Breaking News : ભારતના ઉસૈન બોલ્ટ એ 10.09 સેકન્ડમાં 100 મીટર રેસ જીતી
| Updated on: May 24, 2026 | 10:49 AM

ગુરિંદવીર સિહે રાષ્ટ્રીય સીનિયર એથલેટિક્સ ફેડરેશન સ્પર્ધામાં પુરુષની 100 મીટરની રેસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 10.09 સેકન્ડની સાથે રાષ્ટ્રીય રેકોર્ડ કર્યો છે. તેમણે એશિયામાં આ સત્રની બીજી સૌથી ફાસ્ટ સમય નોંધાવ્યો છે. આ સ્પર્ધામાં ગુરિંદરવીર અને પૂર્વ રાષ્ટ્રીય રેકોર્ડ ધારક અનિમેષ વચ્ચે 100 મીટરની રેસમાં સૌથી ફાસ્ટ ભારતીય દોડવીર બનવાની સ્પર્ધા ભારતીય એથ્લેટિક્સમાં હંમેશા યાદ રહેશે.

તેમણે માત્ર 10.09 સેકન્ડની રેસ પુરી કરી દેશનો સૌથી ફાસ્ટ સ્પિન્ટર બનવવાનું ગૌરવ હાંસિલ કર્યું છે. આ સાથે તે 10.10 સેકન્ડથી ઓછા સમયમાં આવું કરનાર ભારતનો પહેલો એથ્લીટ બન્યો છે.ગુરિંદરવીરનું આ પ્રદર્શન હાલની સીઝનમાં આખા એશિયા ખંડમાં તેનો બીજો સૌથી ઝડપી સમય પણ છે.

ગુરિંદરવીર સિંહે રચ્યો ઈતિહાસ

આ સ્પર્ધામાં દેશના 2 સૌથી બેસ્ટ સ્પ્રિન્ટર ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કુઝુર વચ્ચે જે ટકકર જોવા મળી, તેને ભારતીય એથલેટિક્સ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. બંન્ને વચ્ચે નેશનલ રેકોર્ડ પોતાના નામે કરી બાજી પલટતી જોવા મળી હતી. સ્પર્ધામાં પહેલા ઓડિશાના અનિમેષ ગત્ત વર્ષે 10.18 સેકન્ડનો નેશનલ રેકોર્ડ સાથે આ રેસ જીતવાનો સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.

પરંતુ ગુરિંદરવીર સિંહે પહેલી સેમિફાઈનલ હીટમાં 10.17 સેકન્ડના સમયમાં અનિમેષનો રેકોર્ડ તોડ્યો હતો. ગુરિંદરવીરની ખુશી 5 મિનિટ પર હજુ રહી ન હતી. 22 વર્ષનો અનિમેષે બીજી હીટ 10.15 સેકન્ડમાં પૂર્ણ કરી પોતાનો નેશનલ રેકોર્ડ પરત લીધો હતો. પરંતુ શનિવારના રોજ થયેલી ફાઈનલમાં રિલાયન્સ ફાઉન્ડેશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા ગુરિંદરવીરે પોતાની સ્પીડથી બધાને હેરાન કર્યા હતા. તેમણે અનિમેષ થી 0.11 સેકન્ડ લઈ ફિનિશિંગ લાઈન પાર કરી હતી. જ્યારે ગુરિંદરવીરે રેસ જીતી તો અનિમેષથી અંદાજે 2 ફુટ આગળ હતો.

કોમનવેલ્થ ગેમ્સની ટિકિટ પાક્કી

આ ઐતિહાસિક રેસની સાથે ગુરિંદરવીરે એથલેટ્કિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2026માં કોમનવેલ્થ ગેમ્સ માટે નક્કી કરાયેલા 10.16 સેકન્ડમાં ક્વોલિફાયની રેસ પાર કરી હતી. ગુરિન્દરવીરનો 10.09 સેકન્ડનો સમય આ સિઝનમાં કોઈપણ એશિયન દોડવીર દ્વારા બીજા ક્રમે શ્રેષ્ઠ છે. આ લિસ્ટમાં જાપાનના 19 વર્ષીય ફુકુટો કોમુરો ટોચ પર છે, જેમણે આ વર્ષે મે મહિનામાં 10.08 સેકન્ડનો સમય મેળવ્યો હતો.

 

ટીવી 9 ગુજરાતીના ક્રિકેટ,મનોરંજન, હેલ્થ,લાઈફસ્ટાઈલ સહિત ટેકનોલોજી ભક્તિના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us