Breaking News : 6300 કરોડ રૂપિયા… ફિફા વર્લ્ડ કપ 2026 ની રેકોર્ડબ્રેક પ્રાઈઝ મની જાહેર, છેલ્લા નંબરની ટીમને મળશે 86 કરોડ

FIFA World Cup 2026 Prize Money: 2026 ફિફા વર્લ્ડ કપ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. આ વખતે ટુર્નામેન્ટ 48 ટીમો વચ્ચે રમાશે, અને મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સાથે રેકોર્ડબ્રેક 6300 કરોડ રૂપિયા પ્રાઈઝ મની પણ નક્કી કરવામાં આવી છે.

Breaking News : 6300 કરોડ રૂપિયા... ફિફા વર્લ્ડ કપ 2026 ની રેકોર્ડબ્રેક પ્રાઈઝ મની જાહેર, છેલ્લા નંબરની ટીમને મળશે 86 કરોડ
fifa world cup prize money
Image Credit source: X/FIFA
| Updated on: May 21, 2026 | 6:40 PM

2026 FIFA વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી મોટો અને અનોખો વર્લ્ડ કપ બનવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 11 જૂન, 2026 થી 19 જુલાઈ, 2026 સુધી રમાશે. આ પહેલીવાર છે જ્યારે ત્રણ દેશો સંયુક્ત રીતે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. આ વર્લ્ડ કપ કેનેડા, મેક્સિકો અને યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. કુલ 16 શહેરો મેચનું આયોજન થશે, જેમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં 11, મેક્સિકોમાં ત્રણ અને કેનેડામાં બે શહેરોનો સમાવેશ થાય છે. ફાઈનલ 19 જુલાઈ, 2026 ના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે રમાશે.

FIFA વર્લ્ડ કપમાં આ વખતે શું ખાસ છે?

આ વખતે, વધુ દેશોને FIFA વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળી રહી છે. આ ટુર્નામેન્ટમાં પહેલા 32 ટીમોનો સમાવેશ થતો હતો, હવે તેમાં વધારો કરીને 48 ટીમો કરવામાં આવી છે. ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દરેક ટીમોને 12 ગ્રુપમાં રાખવામાં આવી છે, એટલે કે એક ગ્રુપમાં ચાર ટીમો છે. દરેક ગ્રુપમાંથી ટોપની બે ટીમો સિવાય બેસ્ટ ત્રીજા સ્થાન વાળી આઠ ટીમો પણ રાઉન્ડ ઓફ 32 માં આગળ વધશે. આનો અર્થ એ થયો કે કુલ 104 મેચ રમાશે, જે અગાઉના વર્લ્ડ કપ કરતા વધુ છે.

 

પ્રાઈઝ મનીમાં રેકોર્ડબ્રેક વધારો

FIFA એ આ વર્ષે પ્રાઈઝ મનીમાં રેકોર્ડબ્રેક વધારો કર્યો છે. કુલ US$655 મિલિયન (આશરે 6300 કરોડ ભારતીય રૂપિયા) 48 ટીમોમાં વહેંચવામાં આવશે, જે પાછલા વર્લ્ડ કપ કરતા લગભગ 50% વધુ છે.

 

કઈ ટીમને કેટલા પૈસા મળશે?

  • ચેમ્પિયન ટીમ: 50 મિલિયન USD (481 કરોડ રૂપિયા)
  • રનર્સ અપ ટીમ: 33 મિલિયન USD(317 કરોડ રૂપિયા)
  • ત્રીજું સ્થાન: 29 મિલિયન USD (279 કરોડ રૂપિયા)
  • ચોથું સ્થાન: 27 મિલિયન USD (259 કરોડ રૂપિયા)
  • 5 થી 8 મા ક્રમે રહેલી ટીમો: 19 મિલિયન USD (182 કરોડ રૂપિયા)
  • 9 થી 16 મા ક્રમે રહેલી ટીમો: 15 મિલિયન USD (144 કરોડ રૂપિયા)
  • 17 થી 32 મા ક્રમે રહેલી ટીમો: 11 મિલિયન USD (105 કરોડ રૂપિયા)
  • 33 થી 48 મા ક્રમે રહેલી ટીમો: 9 મિલિયન USD (86 કરોડ રૂપિયા)

 

વર્લ્ડ કપની તૈયારી માટે 101 કરોડ મળશે

વધુમાં, દરેક ક્વોલિફાઈંગ ટીમને તૈયારી ખર્ચ માટે અલગથી USD 1.5 મિલિયન મળશે. આનો અર્થ એ થયો કે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમને ઓછામાં ઓછા USD 10.5 મિલિયન (આશરે ₹101 કરોડ) ની નિશ્ચિત રકમ તો મળશે જ.

Breaking News: KKRની પ્લેઓફની આશાને ઝટકો, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બહાર છેલ્લી લીગ મેચમાંથી બહાર!

Follow Us