
ભારતીય ચેસના યુવા સ્ટાર અને પ્રજ્ઞાનંદે પોતાની તાકાત જમાવી રાખતા ગ્રાન્ડ ચેસ ટૂર લેઈસ રેપિડ એન્ડ બિલ્ટઝ 2026નો ખિતાબ પોતાને નામ કર્યો છે. 20 વર્ષના ભારતીય ગ્રાન્ડ માસ્ટરે છેલ્લા રાઉન્ડના એક રાઉન્ડ બાકી રહેતા ટ્રોફી પર કબ્જો કર્યો હતો. આ શાનદાર જીતની સાથે પ્રજ્ઞાનંદે દુનિયાભરમાં ફરી એક વખત ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. 20 વર્ષના ભારતીય સ્ટારે 5 દિવસની ટૂર્નામેન્ટ દરમિયાન પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
આ મેચમાં તેની સામે ઉઝ્બેકિસ્તાનનો ઝાવોરિખર સિંદારોવ હતો. જે ફરી એક વખત આગળ નીકળી શક્યો નહી.
પ્રજ્ઞાનંદે રેપિડ રાઉન્ડ સાથે ટૂર્નામેન્ટમાં લીડ બનાવી હતી. તેમજ બિલ્ટઝ મેચ દરમિયાન તેમણે ઉઝબેકિસ્તાનના ઝાવોખિર સિંદારોવને આગળ નીકળવા દીધો નહી. પેનુલ્ટીમેટ પાઉન્ડમાં સિંદારોવ વિરુદ્ધ એક પડકાર એન્ડગેમના ડ્રો પર રોકી પ્રજ્ઞાનંદે પોતાની જીત પાક્કી કરી હતી. ટૂર્નામેન્ટના અંતમાં પ્રજ્ઞાનંદે કુલ 23.5 પોઈન્ટની સાથે ટોપ પર રહ્યો અને તેમણે સિદારોવ પર 1.5 પોઈન્ટની મજબુત લીડની સાથે પહેલું સ્થાન મેળવ્યું હતુ. આ ઐતિહાસિક જીતની સાથે પ્રજ્ઞાનંદે પોતાના કરિયરના પહેલા સેટ લુઈસ રેપિડ એન્ડ બિલ્ટ્ઝનો ખિતાબ જીત્યો હતો. જેના હેઠળ તેમને 50000 ડોલર અંદાજે 47 લાખ રુપિયાની પ્રાઈઝ મની અને 13 જીસીટી પોઈન્ટ મળ્યા છે.
આ જીતની સાથે પ્રજ્ઞાનંદે ગ્રાન્ડ ચેસ ટુર 2026ની ઓવરઓલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તે આ સીઝનમાં ફૈબિયાનો કારુઆનાને પાછળ 24,5 પોઈન્ટ સાથે છે. સેન્ટ લુઈસ રેપિડ અને બિલ્ટ્ઝ પૂર્ણ થયા પછી હવે તમામ ટોપના ખેલાડીઓની નજર 10 ઓગસ્ટથી શરુ થઈ રહેલ સિંકવેફીલ્ડ કપ પર રહેલી છે. આ ક્લાસિકલ ઈવેન્ટ ગ્રાન્ડ ચેસ ટૂર ફાઈનલમં સ્થાન બનાવવાની છેલ્લી તક હશે. અહી ટોપ 4 ખેલાડીઓ 200,000 ડોલરનું ઈનામ આપવામાં આવશે.
રમેશબાબુ પ્રજ્ઞાનંધ (જન્મ ૧૦ ઓગસ્ટ ૨૦૦૫) એક ભારતીય ચેસ ખેલાડી અને ગ્રાન્ડમાસ્ટર છે.[1] તેઓ ચેસના બાળ પ્રતિભાશાળી અને ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવનાર ચોથા સૌથી નાના ખેલાડી છે.[2] ઓગસ્ટ ૨૦૨૩માં, તેઓ ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા જ્યાં તેમનો સામનો મેગ્નસ કાર્લસન સાથે થયો, પરંતુ તેઓ મેચ જીતવામાં નિષ્ફળ ગયા અને બીજા સ્થાને રહ્યા.