વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માંથી ભારત માટે ફરી ખુશીના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતીય બોક્સરે ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે નિખત ઝરીનએ 50kg કેટેગરીની બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તે મેરી કોમ બાદ ભારતની નવી લાઇટ ફ્લાયવેટ વર્લ્ડ ચેમ્પિયન બની છે. બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સતત તેણે ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે વિયેતનામની બોક્સર Nguyen Thị Tamને 5-0 હરાવી શાનદાર જીત મેળવી હતી.
આ સાથે વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપના ઈતિહાસમાં ભારતના નામે 13મો ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં 41મો મેડલ જીત્યો છે. ગઈ કાલે ભારતીય બોક્સર નીતૂ ઘંઘાસ અને સ્વીટીએ ભારત માટે 48 kg અને 81kg કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે ફેન્સ બોક્સર લવલીના પાસે પણ ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યાં છે.
‘ #WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023
આ પહેલા તેણે વર્ષ 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ, વર્ષ 2019ના એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને વર્ષ 2022માં સતેન્દ્રજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
‘
VICTORY LAP by SAWEETY BOORA #WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @saweetyboora pic.twitter.com/sFYNPndHBV
— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023
MEDAL CEREMONY Elite Women’s 75-81 Kg Light Heavy #WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC pic.twitter.com/NyNVjNXBXE
— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023
81 કિગ્રા કેટેગરીમાં ભારતીય બોક્સર સ્વીટી બુરાએ બોલ્ડ મેડલ જીત્યો હતો. વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈલનમાં 81 Kg કેટેગરીમાં ચીનની Wang Lina સામે તેણે 4-3થી જીત મેળવી હતી. જણાવી દઈએ કે સ્વીટીની આ પહેલા 2022ની ફાઈનલ મેચમાં હારીને સિલ્વર મેડલ જીતી હતી.
સ્વીટીની હમણા સુધીની ઉપલ્બધીની વાત કરીએ તો તેણે યુવા બોક્સિંગ તાલીમ સ્પર્ધા 2011 માં ગોલ્ડ મેડલ, નવેમ્બર 2014માં દક્ષિણ કોરિયામાં AIBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, ઓગસ્ટ 2015 ABAC એશિયન કન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, જૂન-જુલાઈ 2015 ભારત-ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાં સિલ્વર મેડલ, કઝાકિસ્તાનમાં 2016 AIBA વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલિસ્ટ, ફેબ્રુઆરી 2018 માં 1લી ઓપન ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ, ફેબ્રુઆરી 2018માં 69મા ચેસ કપમાં બ્રોન્ઝ મેડલ, 13 જૂન 2018 ના રોજ કોસ્પિક, રશિયા ખાતે યોજાયેલી ઉમાખાનોવ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ, 2021માં એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને રાષ્ટ્રીય સ્તરે પણ લગભગ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે.
MEDAL CEREMONY Elite Women’s 45-48 Kg Minimum
GOLD NITU GHANGHAS
SILVER Atlantsetseg Lutsaikhan
BRONZE Alua Balkibekova
BRONZE Yasmine Mouttaki #WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC pic.twitter.com/T9wY6I1Bsv— Doordarshan Sports (@ddsportschannel) March 25, 2023
48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.
ગોલ્ડ મેળવવા માટે નિકહતનો સામનો વિયતનાની બે વારની એશિયાઈ ચેમ્પિયન એનગુએન થિતામ સામે થશે. લવલીનાની ફાઈનલ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કની સામે થશે.જણાવી દઈએ કે નિકહત 50 કિલોગ્રામ, લવલીના 75 કિલોગ્રામ, નીતૂ 48 કિલોગ્રામ અને સ્વીટી 81 કિલોગ્રામમાં સેમિફાઈનલ મેચ જીતી હતી.
વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.
Published On - 6:35 pm, Sun, 26 March 23