Breaking News : ભારતને લાગ્યો મોટો ઝટકો, નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર થયો

સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે તે ડાયમંડ લીગ ફાઈનલ અને એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહી. ઈજાના કારણે તે આખી સીઝનમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે.

Breaking News : ભારતને લાગ્યો મોટો ઝટકો, નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર થયો
Image Credit source: AI
| Updated on: Aug 30, 2026 | 8:28 AM

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ કરી સીઝનમાંથી બહાર થવાની જાહેરાત કરી છે. ટ્રેનિંગ દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. જેના કારણે તે આગામી 4-5 સપ્ટેમ્બરના બ્રુસેલ્સમાં રમાનાર ડાયમંડ લીગ ફાઈનલ અને જાપાનમાં રમાનારી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહી. જેના કારણે ભારતને મોટો ઝટકો લાગ્યો છે.

નીરજ ચોપરાએ પોસ્ટમાં લખ્યું

નીરજ ચોપરાએ હાલમાં લુસાને ડાયમંડ લીગમાં 88.05 મીટરનો થ્રો ફેંકી સીઝનમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતુ. તેમજ ડાયમંડ લીગની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતુ. ત્યારે એશિયન ગેમ્સ પહેલા આ ફાઈનલ નીરજ ચોપરા માટે પોતાના ફોર્મ અને ફિટનેસને પારખવા માટે બેસ્ટ મંચ માનવામાં આવી રહ્યો હતો. પરંતુ ઈજાના કારણે તેને મોટો ઝટકો લાગ્યો છે.

 

 

 

નીરજ ચોપરા પોતાની ઈજા અને નિર્ણયની જાણકારી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું ખુબ મહેનત પછીઆખરે મને લાગ્યું કે હું લૌઝેનમાં મારા સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે તે ગતિ અને લય શોધી રહ્યો છું જે હું શોધી રહ્યો હતો. પરંતુ કમનસીબે, તેના થોડા સમય પછી, તાલીમ દરમિયાન મારા પગની ઘૂંટી ઈજા થઈ હતી. ડોક્ટર અને ટીમ સાથે વાતચીત બાદ અમે નિર્ણય લીધો કે, હું આ આખી સીઝનની બાકી રહેલી મેચમાંથી બહાર રહીશ. આ ખુબ નિરાશાજનક છે. હવે મારું સંપૂર્ણ ધ્યાન સ્વસ્થ થવા અને પહેલા થી પણ મજબુત થઈ વાપસી કરવા પર છે. તમારા બધાનો પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ.

એશિયન ગેમ્સમાં મેડલમાં મોટો ઝટકો

હવે નીરજ ચોપરાની નજર સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા પર છે. તે આગામી સીઝનમાં પુરી તાકત સાથે અને ફિટનેસ ની સાથે મેદાન પર પરત આવી શકે છે. પરંતુ આ સીઝનમાંથી બહાર થવું ભારતીય રમત જગત અને એથલેટ્કિસ માટે એક મોટો ઝટકો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયનના રુપમાં એશિયન ગેમ્સમાં ભારતને મોટા ગોલ્ડ મેડલના દાવેદાર નીરજ ચોપરા બહાર થવાથી મેડલ ટેબલમાં ઝટકો છે.

 

ડાયમંડ લીગમાં નીરજ ચોપરાની નજર ગોલ્ડ મેડલ પર, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.