
19 ઓગસ્ટ, મંગળવારના રોજ કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતની સ્ટાર મહિલા શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઈનલમાં મનુ ભાકર 219.7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ચીનની મા ચિયાન્કેએ 243.2 પોઈન્ટ મેળવ્યા, જ્યારે દક્ષિણ કોરિયાની યાંગ જી-ઇનએ 241.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.
આ પહેલા ભારતે ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકર, સુરુચી સિંહ અને પલક ગુલિયાની ટીમે 1730 પોઈન્ટ મેળવ્યા હતા, જે બીજા ક્રમે રહેલા કોરિયા કરતા માત્ર 1 પોઈન્ટ અને ગોલ્ડ મેડલ વિજેતા ચીન કરતા 10 પોઈન્ટ ઓછા હતા. મનુ ભાકર, સુરુચી સિંહ અને પલક ગુલિયા, ત્રણેયે આ ઈવેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ભાકર 583 પોઈન્ટ મેળવીને ફાઈનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી, જેના કારણે તે બીજા સ્થાને રહી હતી. જ્યારે ચીનની કિઆનક્સુન યાઓ 584 પોઈન્ટ સાથે ટોચ પર રહી હતી. બીજી તરફ, સુરુચી અને પલક ફાઈનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી.
दो बार की ओलंपियन और भारत की शान #ManuBhaker ने एक बार फिर कमाल कर दिखाया! #Kazakhstan के Shymkent में आयोजित एशियाई शूटिंग चैम्पियनशिप में, महिलाओं की 10m एयर पिस्टल प्रतियोगिता में उन्होंने शानदार प्रदर्शन करते हुए कांस्य पदक अपने नाम किया।@realmanubhaker… pic.twitter.com/fBdR6fLqCY
— Akashvani आकाशवाणी (@AkashvaniAIR) August 19, 2025
મનુ ભાકરે ક્વોલિફિકેશનમાં 583-18x સ્કોર કર્યો, જેમાં અંતિમ રાઉન્ડમાં ‘પરફેક્ટ 100’ પણ સામેલ. આ પ્રદર્શનને કારણે, તે ત્રીજા સ્થાને રહીને ફાઈનલમાં પહોંચી. સુરુચી સિંહે 574-20x સ્કોર કરીને 12મું સ્થાન મેળવ્યું અને પલક ગુલિયાએ 573-14x સ્કોર કરીને 17મું સ્થાન મેળવ્યું.
ફાઈનલમાં મનુ ભાકરની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. પહેલા પાંચ શોટ પછી, તે પાંચમા સ્થાને હતી, પરંતુ પછીથી તેણીએ શાનદાર વાપસી કરી અને લીડ મેળવી. 11મા શોટમાં, તેણીએ 10.5નો સ્કોર કર્યો અને આ સાથે તે બીજા સ્થાને પહોંચી. પરંતુ પછી, 17મા શોટમાં, 9.7ના નબળા સ્કોર સાથે, મનુ ભાકર બહાર થવાની કગાર પર હતી. પરંતુ, તેણીએ આશા જીવંત રાખી અને અંતે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: Asia Cup 2025 : ગિલ વાઈસ-કેપ્ટન, બુમરાહ પણ રમશે, ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે 5 મોટી વાતો
ઓલિમ્પિક ગેમ્સ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 5:22 pm, Tue, 19 August 25