
Brazil Footballer Ederson bizarre superstition : દરેક રતમાં ખેલાડીઓ પોતાના કેટલાક નાના-મોટા ટોટકા અપનાવે છે. પરંતુ બ્રાઝીલિયન ફુટબોલરની વાત અમે કરવા જઈ રહ્યા છીએ. તેનો ટોટકો હેરાન કરી નાંખે તેવો છે. 8 વર્ષથી દરેક મેચમાં એક જ અન્ડરવિયરમાં આ ખેલાડી જોવા મળ્યો હતો. તેવી વાત ખુદ ખેલાડીએ કહી છે. મૈનચેસ્ટર સિટીના ગોલકીપર અને બ્રાઝિલિયન ફુટબોલર એડરસનનો ટોટકો અનોખું હતુ. તેમણે પોતાના આ ટોટકાનો ખુલાસો એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.
2017માં મૈનચેસ્ટર સિટીને જોઈન કરનાર એન્ડરસને ગત્ત વર્ષે એક ઈન્ટરવ્યુંમા કહ્યું હતુ કે, તે 8 વર્ષથી સતત એક જ અન્ડરવિયરમાં મેચ રમી રહ્યો છે. મોટી વાત એ છે કે, આવું કરતા તેમણે મૈનચેસ્ટર સિટીની સાથે અનેક ટ્રોફી પણ જીતી છે.
Ederson has been wearing the same boxers on matchdays for EIGHT YEARS. #MCFC #BBCFootball pic.twitter.com/dDIU6jfc58
— Match of the Day (@BBCMOTD) April 2, 2025
BBC Match of the Dayમાં વાત કરતા તેમણે કહ્યું કે,તેનો બસ એક જ ટોટકો હતો. તે દરેક મેચમાં એક જ અન્ડરવિયરમાં રમ્યો છે. 8 વર્ષથી આવું કરી રહ્યો છે.
એડરસનના ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો 2018માં તેમણે ચિસી વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. જેમાં બ્રાઝીલે 3-0થી જીત મેળવી હતી. એડરસનને 2022માં કતરમાં રમાયેલા ફીફા વર્લ્ડકપ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. તેમણે અહી ક્વાર્ટરફાઈનલ સુધી પહોંચી બ્રાઝીલિયન ટીમ માટે એક મેચ રમી હતી. બ્રાઝિલ માટે તેમણે અત્યારસુધી 31 મેચ રમી છે.મૈનચેસ્ટર સિટી માટે 276 મેચમાં
ભાગ લીધો છે.