Breaking News : લવલીનાએ 75kg કેટેગરીમાં જીતી ગોલ્ડ મેડલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે

|

Mar 26, 2023 | 8:24 PM

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે થયા છે. લવલીનાએ ઓસ્ટ્રેલિયાની બોક્સર  Caitlin Parker સામે 5-0થી જીત મેળવીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતીય બોક્સર નીતૂ, સ્વીટી અને નિખતે ભારત માટે અલગ અલગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

Breaking News : લવલીનાએ 75kg કેટેગરીમાં જીતી ગોલ્ડ મેડલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે
lovlina borgohain

Follow us on

દિલ્હીમાં ચાલી રહેલી વુમન્સ બોક્સિંગ ચેમ્પિયશિપમાંથી ફરી એકવાર ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 75kg કેટેગરીમાં બોક્સર લવલીનાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં 4 ગોલ્ડ મેડલ ભારતના નામે થયા છે. લવલીનાએ ઓસ્ટ્રેલિયાની બોક્સર  Caitlin Parker સામે 5-2થી જીત મેળવીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતીય બોક્સર નીતૂ, સ્વીટી અને નિખતે ભારત માટે અલગ અલગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 42 ગોલ્ડ ભારતના નામે થયા છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આજે નિખત ઝરીને પણ જીત્યો હતો ગોલ્ડ મેડલ

 

 

આજે નિખત ઝરીનએ 50kg કેટેગરીની બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તે મેરી કોમ બાદ ભારતની નવી લાઇટ ફ્લાયવેટ વર્લ્ડ ચેમ્પિયન બની છે. બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સતત તેણે ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે વિયેતનામની બોક્સર Nguyen Thị Tamને 5-0 હરાવી શાનદાર જીત મેળવી હતી.

આ પહેલા તેણે વર્ષ 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ, વર્ષ 2019ના એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને વર્ષ 2022માં સતેન્દ્રજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગઈકાલે ભારતના નામે થયા હતા 2 ગોલ્ડ

ચીનની બોક્સર સામે સ્વીટીની 3-4થી જીત

 

81 કિગ્રા કેટેગરીમાં ભારતીય બોક્સર સ્વીટી બુરાએ બોલ્ડ મેડલ જીત્યો હતો. વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈલનમાં 81 Kg કેટેગરીમાં ચીનની Wang Lina સામે તેણે 4-3થી જીત મેળવી હતી. જણાવી દઈએ કે સ્વીટીની આ પહેલા 2022ની ફાઈનલ મેચમાં હારીને સિલ્વર મેડલ જીતી હતી.

સ્વીટીની હમણા સુધીની ઉપલ્બધીની વાત કરીએ તો તેણે યુવા બોક્સિંગ તાલીમ સ્પર્ધા 2011 માં ગોલ્ડ મેડલ, નવેમ્બર 2014માં દક્ષિણ કોરિયામાં AIBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, ઓગસ્ટ 2015 ABAC એશિયન કન્ફેડરેશન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, જૂન-જુલાઈ 2015 ભારત-ઓસ્ટ્રેલિયા સ્પર્ધામાં સિલ્વર મેડલ, કઝાકિસ્તાનમાં 2016 AIBA વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલિસ્ટ, ફેબ્રુઆરી 2018 માં 1લી ઓપન ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ, ફેબ્રુઆરી 2018માં 69મા ચેસ કપમાં બ્રોન્ઝ મેડલ, 13 જૂન 2018 ના રોજ કોસ્પિક, રશિયા ખાતે યોજાયેલી ઉમાખાનોવ મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ, 2021માં એશિયા ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને રાષ્ટ્રીય સ્તરે પણ લગભગ 10 ગોલ્ડ મેડલ જીત્યા છે.

નીતૂએ 5-0થી મંગોલિયાની બોક્સરને હરાવી

 

48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.

નીતુ ઘંઘાસનો ગોલ્ડ મેડલ સુધીની સફર

  • ફાઈનલ : મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી
  • સેમિફાઇનલ: કઝાકિસ્તાનની અલુઆ બેલ્કીબેકોવાને 5-2થી હરાવી
  • ક્વાર્ટર ફાઈનલ: જાપાનની વાડા માડોકાને હારાવી
  • બીજો રાઉન્ડ: તઝાકિસ્તાનની કોસિમોવા સુમૈયાને હરાવી
  • પહેલો રાઉન્ડ: કોરિયાની  કંગ ડોયોને હરાવી

આવતી કાલે પણ 2 ગોલ્ડ મેડલ જીતવાની તક

ગોલ્ડ મેળવવા માટે નિકહતનો સામનો વિયતનાની બે વારની એશિયાઈ ચેમ્પિયન એનગુએન થિતામ સામે થશે.  લવલીનાની ફાઈનલ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કની સામે થશે.જણાવી દઈએ કે નિકહત 50 કિલોગ્રામ, લવલીના 75 કિલોગ્રામ, નીતૂ 48 કિલોગ્રામ અને સ્વીટી 81 કિલોગ્રામમાં સેમિફાઈનલ  મેચ જીતી હતી.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023

વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.

Published On - 8:17 pm, Sun, 26 March 23

Next Article